તંત્રમંત્રની ઉપાસના માટે ઉત્તમ ગુપ્ત નવરાત્રી

  • તંત્રમંત્રની ઉપાસના માટે ઉત્તમ ગુપ્ત નવરાત્રી

ભારતમાં ચાર નવરાત્રી હોય છે જેમાં જેઠ માસની નવરાત્રી ગુપ્ત નવરાત્રી કહેવાય છે. જે તંત્ર મંત્રની ઉપાસના માટે વધુ મહત્વની ગણાય છે. કોઇપણ સિધ્ધી મેળવવા માટે આ નવરાત્રીમાં ઉપાસના કરવામાં આવે છે. આ ઉપરાંત દસ મહાવિદ્યાની ઉપાસના માટે તથા કામાખ્યાની ઉપાસના માટે આ નવરાત્રીનું મહત્વ વિશેષ છે. આ નવરાત્રીમાં ઉપાસના તથા કુમારિકાઓને ભોજન કરાવવાનું વધુ મહત્વ છે.
શકિતની ઉપાસનાનું મહત્વ ચારેય નવરાત્રીમાં હોય છે. છતા ભારતના જુદાજુદા પ્રદેશોમાં અલગ અલગ નવરાત્રી મહત્વ ધરાવે છે. ગુજરાતમાં શરદ નવરાત્રી વધારે લોકપ્રિય છે તો ઉત્તર ભારતમાં ચૈત્રી નવરાત્રી અને શાકંભરીનું મહત્વ વિશેષ છે તો પૂર્વ ભારતમાં અષાઢી નવરાત્રીનું મહત્વ લોકોમાં વધુ છે. આ નવરાત્રીમાં જગદંબા અને મહાદેવજીની પૂજા કરવી ફળદાયી છે.