દરિયાખેડૂઓ દ્વારા હેમખેમ યાત્રા માટે દરિયાલાલની પૂજા

  • દરિયાખેડૂઓ  દ્વારા હેમખેમ  યાત્રા માટે દરિયાલાલની પૂજા


કચ્છની પશ્ર્ચિમે અરબી સમુદ્ર છે. જેમાં દરિયાખેડૂઓ પોતાનો દરિયાઇ પ્રવાસ અષાઢ માસથી કરે છે. ઉનાળાના પવનો શાંત થઇ ગયા હોય એટલે દરિયામાં તોફાનનો ભય રહેતો નથી. આમ છતા દરિયાઇ પ્રવાસ જોખમાંથી ભરેલો હોય છે તેથી દરિયાદેવની વિધિવત પૂજા કરે છે. વહાણોને રંગબેરંગી રંગો વડે રંગીન વાવટા, ધ્વજા પતાકાથી સજાવે છે અને દરિયાદેવની પૂજા કરે છે.