અગર શ્રમિકોના બાળકોના શિક્ષણ માટે સ્કૂલ ઓન વ્હિલ પ્રોજેક્ટ શરૂ

  • અગર શ્રમિકોના બાળકોના શિક્ષણ માટે સ્કૂલ ઓન વ્હિલ પ્રોજેક્ટ શરૂ

રાજકોટ,તા.12
રાજ્યના મીઠું પકવતા અગરિયા વિસ્તારોના શ્રમિકોના બાળકોને ઘરઆંગણે જ પ્રારંભિક શિક્ષણ આપવાના આશય સાથે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે હરતી-ફરતી શાળા સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટનો પ્રાંરભ કરાવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ અંતર્ગત એસ.ટી નિગમની બસને મોબાઈલ શિક્ષણ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે.
આ બસમાં રેતી કે પાણી અંદર પ્રવેશી ન શકે તે માટે બારીઓમાં નવી ટેકનોલોજીના લુવર્સ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પીવીસી ફલોરીંગ, ગ્રીન બોર્ડ, 3.7 કે.વી.ની અપગ્રેડ સોલાર સિસ્ટમ, ર9 ઇંચ ટી.વી, ડીટીએચ, પંખા, એલ.ઇ.ડી. લાઇટ્સ, ફાયર એસ્ટિંગ્વિશર, પીવાના પાણીની ટેન્ક, રાઇટીંગ ડેસ્કની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. પાયલોટ પ્રોજેક્ટ રૂપે શરૂ થયેલ આ પ્રયોગ સફળ થાય તો આગામી સમયમાં વધુ 30 જેટલી બસો ઉમેરવામાં આવશે.