જગન્નાથજીની રથયાત્રાનું અખિલ ભારતીય યદુવંશી મહાસભા દ્વારા કરાશે સ્વાગત

  • જગન્નાથજીની રથયાત્રાનું અખિલ ભારતીય યદુવંશી મહાસભા દ્વારા કરાશે સ્વાગત

રાજકોટ,તા.12
અખિલ ભારતીય યદુવંશી મહાસભાના ગુજરાત અધ્યક્ષ હેમંતભાઇ લોખીલ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સમગ્ર હિંદુ સમાજને જોડાવવા આહ્વાન કરાયું છે. ભગવાન જગન્નાથજી રાજકોટ નગર યાત્રાએ નીકળનાર છે. ત્યારે સમગ્ર રાજકોટના ભાવી ભક્તોનો ઉત્સાહ અનેરો છે. આ ભગવાન જગન્નાથની 11-મી રથયાત્રા જ્યારે રાજકોટ નગરમાં પ્રસ્થાન થવાની છે. ત્યારે અખિલ ભારતીય યદુવંશી મહાસભાના સમગ્ર અધિકારીઓ-કાર્યકર્તા યાત્રાને ભવ્ય બનાવવા મહેનત કરી રહ્યા છે. સમગ્ર યાત્રા દરમ્યાન યુવાનો સાથે જોડાશે સાથે યાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમ અખિલ ભારતીય યદુવંશી મહાસભાના ગુજરાત અધ્યક્ષ હેમંતભાઇ લોખીલ દ્વારા જણાવવામાં આવ્યું છે આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી - સુભદ્રાજી ભાઇ બલરામજી અલગ અલગ મુખ્ય રથમાં બિરાજમાન થઇ નગરયાત્રાએ ઘૂમશે. અખિલ ભારતસીય યદુવંશી મહાસભા દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવશે સ્વાગત કાર્યક્રમમાં ધર્મેશ વાળા(આહીર), પાર્થ જાદવ(આહીર), મનીષ ચાવડા નિર્મળભાઇ ડાંગર અને અશ્ર્વિનભાઇ કામ્બલીયા તેમજ જયદીશભાઇ ડાંગર, તેમજ સમસ્ત અખિલ ભારતીય યદુવંશી મહાસભાની ટીમ જોડાશે.