5 ઓગસ્ટે બેબી લેન્ડ હેલ્ધી બેબી કોમ્પિટિશન

  • 5 ઓગસ્ટે બેબી લેન્ડ હેલ્ધી બેબી કોમ્પિટિશન

રાજકોટ તા,12
જેસીઆઈ, રાજકોટ યુવા દવારા સતત નવામાં વર્ષે ‘બેબી લેન્ડ હેલ્ધી બેબી કોમ્પીટીશન’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે તા.05/08/2018ને રવિવારના રોજ ‘સ્ટર્લીંગ હોસ્પિટલ’ ખાતે સવારે 9-00 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6-00 વાગ્યા સુધી ચાલશે. તથા તા.08/08/2018ને બુધવાર બપોરે 2-30થી સાંજે 6-30 સુધી ‘ગ્રાન્ડ એવોર્ડ સેરેમની’ હેમુ ગઢવી હોલ ખાતે યોજવામાં આવશે.
જેસીઆઈ રાજકોટ યુવા સતત નવમા વર્ષે પણ સ્ટર્લીંગને સાથે લઈ ‘બેબી લેન્ડ હેલ્ધી બેબી’ કોમ્પીટીશનનું સંપૂર્ણ એર-કંડીશન જગ્યામાં આયોજન કરે છે અને વર્ષ 2018માં પણ તા.05/08/2018ને રવિવારના રોજ સવારે 9-00થી સાંજે 6-00 વાગ્યા સુધી આ ભવ્ય બેબી લેન્ડ હેલ્ધી બેબી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે આ વર્ષે સ્ટર્લીંગ હોસ્પિટલ, 150 ફુટ રીંગ રોડ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે, રાજકોટ મુકામે યોજવામાં આવશે. આ કોમ્પીટીશન ફકત 1થી 6 વર્ષના બાળકો માટે રહેશે અને આ કોમ્પીટીશનમાં કુલ 6 કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્માઈલી બેબી, હેલ્ધી હેર બેબી, હેલ્ધી બેબી, બ્યુટીફુલ આઈઝ બેબી, ફેન્સી બેબી, કયુટ બેબીનો સમાવેશ થાય છે. આ 6 કેટેગરીમાં અલગ અલગ કેટેગરીવાઈઝ બે-બે જજ બેસાડવામાં આવશે. એટલે કુલ 12 જજનો સમાવેશ થાશે. તમામ કેટેગરીમાં જે તેના નિષ્ણાંત બેસાડવામાં આવશે અને તેના દ્વારા જજીંગ કરી તા.08/08/2018ને બુધવારના રોજ હેમુગઢવી હોલ મુકામે બપોરે 2-30થી 6-30 1થી 6 વર્ષના બાળકોની એવોર્ડ સેરેમની યોજાશે. કુલ 90થી વધારે બાળકોને વિજેતા જાહેર કરવામાં આવશે. જેમને એવોર્ડ સેરેમનીમાં એવોર્ડ અને ગિફટ આપી જાહેરમાં સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધાની ફી રૂા.400 રહેશે.
આ સ્પર્ધાને સફળ બનાવવા માટે પ્રેસીડેન્ટ મિતેષ પટેલ, પલક ચંદારાણા, ગીરીશ ચંદારાણા, અશ્ર્વિન ચંદારાણા, મનિષ પલાણ, વિશાલ પંચાસરા, પથીક મોદી, કેવલ પટેલ, ભાર્ગવ ઉનડકટ, સંદિપ દફતરી, કરન છાટપાર, ક્રિના માંડવિયા, રચના રૂપારેલ, સીલુ ચંદારાણા, પાયલ મોદી, અલ્પા દફતરી, હેતલ દોશી, ઉમા રાડિયા, સોનલ ગગલાણી, મયુર ચૌહાણ, પ્રતિક દોશી, જિજ્ઞેશ શાહ, ખ્યાતી પાડિયા, સ્વાતિ રાજ્યગુરૂ, યજ્ઞેશ રાજ્યગુરૂ, હરીશ ચંદારાણા, ચિરાગ દોશી, બ્રિજેશ માંડવિયા, રીમા શાહ, કુંજલા ઉનડકટ, રાખી દોશી, પ્રિયાંશી રૂપારેલ, વંશ ગગલાણી, ખુશ્બુ ચંદારાણા, અમન ચંદારાણા, ઈશા ચંદારાણા જહેમત ઉઠાવી રહ્યા છે. ફોર્મ મેળવવાનું સ્થળ
(1) સ્ટર્લીંગ હોસ્પિટલ, 150 ફુટ રીંગ રોડ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે, રાજકોટ.
(2) શાંતિલાલ જમાનાદાસ જવેલર્સ, દોશી પ્લાઝા, જલારામ સોસાયટી - 2, યુનિ.રોડ, રાજકોટ. ફોન નં.0281-2583003
(3) શીતલ સ્પોર્ટસ 104, બીઝનેશ ટર્મીનલ, રામકૃષ્ણ આશ્રમ સામે, ડો.યાણિક રોડ, રાજકોટ.
(4) નીલ ડિજિટલ કલર લેબ., 80 ફુટ રોડ, મેઘાણી રંગભવન સામે, ભક્તિનગર સર્કલ, રાજકોટ.
(5) કિડઝી પ્લે હાઉસ, પંચાયત ચોક, કોટક બેંક પાછળ, સંગાથ એપાર્ટમેન્ટ સામે, યુનિવર્સીટી રોડ, રાજકોટ.
(6) કિડઝી પ્લે હાઉસ, ગુરૂકુળ સામે, ઢેબર રોડ, રાજકોટ.
(7) બેબી લેન્ડ, 4-કડિયા નવલાઈન કોર્નર, ઘી-કાંટા રોડ, રાજકોટ.
(8) શ્રીજી એન્ટરપ્રાઈઝ, બી-303, પુજા કોમ્પલેક્ષ, હરીહર ચોક, રાજકોટ.