અષાઢીબીજે કચ્છી ભાનુશાલી સમાજનું સ્નેહમિલન

  • અષાઢીબીજે કચ્છી ભાનુશાલી સમાજનું સ્નેહમિલન

રાજકોટ,તા.12
શહેરમાં વસતા કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા કચ્છી નવુ વર્ષ અષાઢી બીજનાં દિને સ્નેહ મિલનનું આયોજન થયું છે. સાથોસાથ સરસ્વતી સન્માન સમારોહમાં સમાજનાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઆ તકે ખાસ હાજરી આપશે.
આજરોજ વિગતો આપવા ગુજરાત મિરર કાર્યાલયે કચ્છી ભાનુશાલી મહાજન ટ્રસ્ટનાં વાલજીભાઇ ભાનુશાલી, સંજય ભાનુશાલી, ખેતશી ભાનુશાલી, જેન્તીભાઇ ભાનુશાલી, જયેશભાઇ ભાનુશાલી, ભરતભાઇ ભાનુશાલી, દામજીભાઇ ભાનુશાલી, વગેરેરએ કહ્યું કે, મુખ્ય મહેમાન તરીકે મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધનસુખભાઇ ભંડેરી, કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ, અરવીંદ રૈયાણી, અંજલીબેન રૂપાણી, ઉદય કાનગડ વગેરે ઉપસ્થિત રહેશે.
ઉપરાંત કચ્છી ભાનુશાલી મહાજન સરોવર- જામનગર, કચ્છી ભાનુશાલી મહાજન-મોરબી, કચ્છી ભાનુશાલી મહાજન -ગોંડલ, ઓધવ આંગન ટીમ- મુંબઇનો સહયોગ મળ્યો છે. કાર્યક્રમ તા.14, શનિવારનાં રોજ બપોરનાં 3 કલાકે અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમ, પેડકરોડ ખાતે યોજાશે. સાથોસાથ સ્નેહમિલન બાદ સાંજના આર્યનગર કોમ્યુનિટી હોલ ખાતે યોજાનાર છે. શહેરભરનાં ભાનુશાળી સમાજને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ અપાયું છે.