ધાર્મિક/સામાજિક સમાચાર

પારડી ગામે ઘેડિયા કોળી પરિવાર દ્વારા બીજ ઉત્સવનું આયોજન
ઘેડીયા કોળી સમાજ ટ્રસ્ટ પારડી (શાપર-વેરાવળ) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ ઉત્સવનો કાર્યક્રમ યોજાશે. તેમજ બપોરના 2.30 વાગે રામદેવજી મહારાજના સામૈયા દ્વજા રોહણ તેમજ 5:30 વાગે બટૂક ભોજન મહાપ્રસાદ તેમજ સાંજે પાટ દર્શન અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલો છે. રાજકોટ જીલ્લામાં વસ્તા દરેક ઘેડીયા કોળી સમાજના જ્ઞાતીજનોએ હાજરી આપવી યાદીમાં જણાવાયું છે.
રાહતભાવે નોટબુક વિતરણ
સમસ્ત પાટીદાર પટેલ સમાજ લગ્ન સંબંધી માહિતી કેન્દ્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે નોટબુક તથા ફુલસ્કેપ ચોપડાનું રાહતદરે દરરોજ સવારે 9 થી 12 સમસ્ત પાટીદાર પટેલ સમાજ કોપર આર્કેડ, મવડી પ્લોટ મેઈન રોડ, વિશ્ર્વેશ્ર્વર મંદિર સામે વિતરણ કરાશે.
નેશનલ યૂથ પ્રોજેકટ દ્વારા નિ:શુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પ
નેશનલ યુથ પ્રોજેકટ નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન તા.14/7/18ના સવારે 10-30થી બપોરે 12-30 સુધી અને સાંજના 6-00થી 7-30 વાગ્યા સુધી ડો.એલ.બી.રાવલને ત્યાં 113-મારૂતિ નંદન, નારાયણી ફાર્મસીની બાજુમાં, ગેલેકસી હોટલ સામે, જવાહર રોડ, પહેલા માળે રાજકોટ ખાતે આયોજન કરવામાં આવે છે. ડો.રાવલ વિનામુલ્યે એક માસથી દસ વર્ષ સુધીના બાળકને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવશે.
શ્રીકૃષ્ણ ચિકિત્સાલયમાં નિ:શુલ્ક આયુર્વેદિક સારવાર
લોહાણા સેવા મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રીકૃષ્ણ ચિકિત્સાલય કનકરોડ એસટી પાછળ દર મંડળવારે તથા શુક્રવારે બપોરે 3-20 થી 4-30 આયુર્વેદ નિષ્ણાંત ડો.ઉમેશ ડી.પંડયા તથા ટ્રસ્ટ તરફથી દવા પણ અપાશે ચામડીના રોગો સાંધાના દુ:ખાવા વા પેટના દર્દો વગેરે દવા તથા સારવાર આપવામાં આવશે.
યુવાનો માટે નિ:શુલ્ક રોજગાર લક્ષી કોર્સ
કેન્દ્ર સરકાર દ્વારા સ્વરોજગાર અને રોજગાર લક્ષી તાલીમ અંતર્ગત નિ:શુલ્ક તાલિમનું આયોજન કરવામાં આવ્યું છે. હાઇ હાર્ડવેર નેટવર્કિંગ્, ઓફિસ આસિસ્ટન્ટ, જાવા પ્રોગ્રામિંગની તાલીમ શરૂ કરવામાં આવશે. અનુસુચિત જાતિ, જનજાતિ, ઓબીસી તથા જનરલ કેટેગરીના દરેક વિદ્યાર્થીઓ નિ:શુલ્ક તાલીમ મેળવી શકે છે. વધુ માહિતી માટે શારદા વિદ્યા ભવન, 5 વિદ્યાનગર મેઇન રોડ, પટેલ ક્ધયાછાત્રાયલ સામે, રાજકોટ મોનં.9408054697 ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વિદ્યાર્થી પારિતોષિક સમારંભ
સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ધો.1 થી 8 ના વિદ્યાર્થીઓ જેમને 70% ઉપર માર્કસ હોય તેમજ ધો.9 થી 1ર માં સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ, એન્જીનીયરીંગ વિભાગમાં ડીગ્રીનાં ફાઇનલમાં એમબીબીએસમાં સર્જરી વિષય સાથે ફાઇનલ પસાર કરેલ હોય તેમજ પીએચડીમાં તમામ શાખામાં, કોઇ વિશિષ્ટ કામગીરી કરેલ હોય તેઓ પારીતોષીક સમારંભ યોજાશે. ફોર્મ સંસ્થાનાં કાર્યાલય : મનસાતીર્થ-ર, ઢેબર રોડ, ગુરૂકુળ પાછળ, ફોન નં.2366119 નો સંપર્ક કરવો. સાંજે પ.30 થી 7.30 દરમ્યાન પહોચાડવા યાદીમાં જણાવ્યું છે.
શનિવારે પ્રભાત ફેરી
પ્રેમભીક્ષુજી મહારાજ પ્રેરીત હરીનામ સંકીર્તન મંડળ દ્વારા તા.14ને શનિવારના સવારે 5:30 કલાકે ચેતનભાઇ નરોત્તમભાઇ નથવાણી માધાપર ચોકડી થી મોરબી તરફના રસ્તા ઉપર આસ્થા સાંગલીલા આર્કેડ ખાતેથી પ્રભાતફેરી નિકળશે.
સ્વ.માધુભાઈ ચૌહાણ (માધુભગત)ની પુણ્યતિથિએ આવતીકાલે સંતવાણી
સ્વ.માધુભાઈ માવજીભાઈ ચૌહાણ (માધુભગત)ની આવતીકાલે પૂણ્યતિથિ નિમિત્તે સાંજે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. આ સંતવાણીમાં નામી-અનામી કલાકારો સંતવાણીમાં પધારશે કાર્યક્રમનું સ્થળ 10/11 લક્ષ્મીવાડી (અનિલ એકવેરિયમ)ની બાજુમાં રાખવામાં આવેલ છે.