મોદી સ્કૂલમાં ગ્લોબલ સ્કિલ એકેડમીનો સેમિનાર સંપન્ન

રાજકોટ,તા.12
મોદી સ્કૂલમાં ગ્લોબલ સ્કીલ એકેડેમીનો સેમિનાર યોજાયો હતો આ તકે જય વસાવડાએ વ્યતવ્યમાં ‘મનુષ્યએ જીવવું એટલે શીખવું’ આ વાક્યને સાર્થક કરવા અભ્યાસની સાથે-સાથે ઓલરાઉન્ડર ડેવલોપમેન્ટ માટે ભારઇ મૂક્યો હતો. આખી પુથ્વીના બધા જ સજીવોમાંથી ફકત મનુષ્ટમાં જ નવું નવું શિખવાની મહેચ્છા હોઇ છે. દરેક મનુષ્ય પાસે એવી સ્કીલ છે કે તે તરત બધુ શીખી લ્યે છે. કોઇપણ આવડત કેળવવી હોય તો અનુભવ કેળવવો પડે છે સતત પ્રયત્ન કરતા રહેવું જોઇએ, આગળ વધવું જોઇએ, નિષ્ડળતાથી નવું શીખવા મળે છે માટે નિરાશ ન થતાં કંઇક નવું કરવાની ભાવના સાથે આગળ વધતા રહેવું જોઇએ. તમારામાં રહેલી સ્કીલને ડેવલોપ કરો. લાઇફમાં નવું નવું શીખવા માટે હંમેશા તૈયાર રહો. તેના માટે કોઇ ઉમરનો બાધ નથી હોતો. તેમણે સુંદર ઉદાહરણો દ્વારા જીવનમાં હંમેશા અપડેટ થતું રહેવું જોઇએ. આ કાર્યક્રમમાં સગુનબેન વણઝાર, ડો. આર.પી.મોદી, નિધિબેન મોદી, આત્મનભાઇ મોદી, હિતભાઇ મોદી સહીતના હાજર રહ્યાં હતાં.