સરકારી કર્મચારીઓ માટેની વેચાણ ઝુંબેશ ડ્રાઈવ ધ નેશન હેઠળ ટોયોટા યારીસનો નવો ઉમેરો

રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને 100ટકા ઓન રોડ ફન્ડિંગ 8 વર્ષ માટે ઉપલબ્ધ થશે, સંરક્ષણ ક્ષેત્રે કામ કરતા લોકો કેન્ટીન સ્ટોર ડિપાર્ટમેન્ટ મારફતે મેળવી શકશે
ગ્રાહકોના સંતોષમાં વધારો કરવાની પોતાની નિષ્ઠાને અનુસરીને તેમજ વધુ ટોયોટા ક્યુટીઆર પ્રોડકટસ ઉમેરવાની સતત માગણીને કારણે ટોયોટા કિર્લોસ્કર મોટર્સે તેના પ્રોડકટ પોર્ટફોલિયોંમાં ડ્રાઈવ ધ નેશન ઝુંબેશ હેઠળ વધુ રોમાંચનો ઉમેરો કર્યો છે અને તેની સરકારી કર્મચારીઓ (કેન્દ્ર અને રાજ્ય સરકારના) અને સેનામાં કામ કરતા લોકો માટેની લેટેસ્ટ ઓફરમાં યારીસને વેચાણની ખાસ પહેલ હેઠળ આવરી લીધી છે. ભારતભરના ગ્રાહકોએ જે કસ્ટમાઈઝ ઓફરની ખૂબ જ કદર કરી છે તેમાં ઝુંબેશના વિવધ તબક્કે અગાઉ ઈનોવા ક્રિસ્ટા, ઈટીઓસ સીરીઝ અને ટોયોટા કોરોલા ઓલ્ટીસને આવરી લેવામાં આવી હતી.વર્ષ 2018માં રજૂ કરવામાં આવેલ બહુવિધ લાક્ષણિકતાઓ ધરાવતી તથા ભરોસાપાત્ર સેડાન- યારીસ તેના સેગમેન્ટમાં પહેલી વાર રજૂ કરાયાં હોય તેવાં 10 ફીચર્સ ધરાવે છે. જેમાં પાવર ડ્રાઈવર સીટ, 7 એસઆરએસ એરબેગ્ઝ, રૂફ માઉન્ટેડ એર વેન્ટસ, ટાયર પ્રેશર મોનિટરીંગ સિસ્ટમ, ફ્રન્ટ પાર્કીંગ સેન્સર્સ, તમામ ગ્રેડમાં સીવીટી અને અન્ય ફીચર્સનો સમાવેશ થાય છે. ટોયોટા હંમેશાં ગ્રાહકોની જરૂરિયાત અનુસાર સુધારા કરતી રહે છે. અને ટોયોટા યારીસ દ્વારા કંપનીએ ખાત્રી પૂરી પાડી છે તે અજોડ સલામતિ, ગુણવત્તા અને એડવાન્સ્ડ ઈમોશનલ ડીઝાઈનનાં ઘટકોની સાથે સાથે શ્રેષ્ઠ રાઈડ હેન્ડલીંગ પૂરૂ પાડે છે.