શનિવારે ‘યૌવન વીંઝે પાંખ’ વિષયે એક્સપર્ટ ટોક યોજાશે

રાજકોટ તા,12
એચ.એન.શુક્લ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા તા.14ના સવારે 9:30 થી 1 દરમિયાન રૈયા રોડ પર આવેલ પ્રમુખ સ્વામી ઓડીગોરીયમમાં પ્રાઈઝ - ડીસ્ટ્રીબ્યુશન અને યૌવન વીંઝે પાંખ વિશે એકસપર્ટ ટોક યોજાશે.
કાર્યક્રમમાં એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ ના જે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં ક્રમાંક મેળવેલ હોય, તેમજ કોલેજમાં રેન્ક મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીનું સન્માન કરી પ્રોત્સાહીત કરવામાં આવશે.
દરેક શાખા માંથી બેસ્ટ સ્ટુડન્ટના એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે તેમજ જે વિદ્યાર્થીઓ ખેલકુદ, રમત-ગમત, યુથ ફેસ્ટીવલ તથા અન્ય ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ હોય અને એચ.એન.શુકલ કોલેજનું નામ રોશન કર્યુ હોય તેને પણ સન્માનિત કરવામાં આવશે.
આ કાર્યક્રમ મુખ્ય વક્તા તરીકે યુથમાં ફેમસ, એવા લેખક જય વસાવડા પોતે વિદ્યાર્થીઓને યૌવન વીંઝે પાંખ ઉપર પોતાના વિચાર રજુ કરશે અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. મુખ્ય મેહમાન તરીકે કલેકટર રાહુલ બી. ગુપ્તા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યકારી કુલપતિ ડો.નિલાંબરીબેન દવે ઉપસ્થિત રહેશે.
આયોજનને સફળ બનાવવા પ્રેસીડેન્ટ ડો.નેહલભાઇ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી, ડો.મેહુલભાઇ રૂપાણી, ટ્રસ્ટી સંજયભાઇ વાધર, ટ્રસ્ટી પીયુષભાઇ વાધરના માર્ગદર્શન હેઠળ સંસ્થાના હેડ પ્રો.કરિશ્મા રૂપાણી, પ્રો.શ્રધ્ધા કલ્યાણી, પ્રો. જયેશ પટેલ, પ્રો.મયુર વ્યાસ, પ્રો. વિશાલ રાણપરા, પ્રો.બ્રિજેશ પટેલ, પ્રો.હિરેન મહેતા, પ્રો. મિતલ સામાણી, ડો.અમીષા ઘેલાણી તથા દરેક સંસ્થાના તમામ ફેકલ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.