શનિવારે કચ્છી નૂતન વર્ષ : કચ્છી લોહાણા સમાજ માટે મહાપ્રસાદનું આયોજન

રાજકોટ તા,12
રાજકોટ કચ્છી લોહાણા સમાજ દ્વારા અષાઢી બીજ (કચ્છી નૂતન વર્ષ) નિમિતે રાજકોટમાં વસતા સમસ્ત કચ્છી લોહાણા સમાજ માટે સહપરીવાર મહાપ્રસાદનું તા.14ને શનિવારના રોજ સાંજે 7 કલાકે શ્રી કચ્છી લોહાણા દરીયા સ્થાન, મહાશક્તિ પાર્ક, મોરબી રોડ, જકાતનાકા પહેલા રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. કચ્છી લોહાણા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરજા માટે તા.12/8/18ના રોજ સરસ્વતી સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવેલ છે. ધો.1 થી 9 તથા ધો.11 માટે 75% અને તેનાથી ઉપરના અને ધો.10 તેમજ 12 અને કોલેજ માટે 65% અને તેનાથી ઉપરના ડીગ્રી કોર્ષ ધરાવતા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવશે.
તા.14ના રોજ મહાપ્રસાદના સ્થળે માર્કશીટની ટ્રુ કોપી તેમજ માર્કશીટની પાછળ પુરુ એડ્રેસ અને મોબાઈલ નંબર ખાસ લખવા. આ ઉપરનાં એડ્રેસ પર એક જ દિવસ પુરતુ સ્વીકારાશે. તા.5 જુલાઈ સુધીમાં માર્કશીટની કોપી વેદમાતા ટ્રેડીંગકું. બારદાન માર્કેટ, રાજેશ મીલની પાછળ, મોરબી રોડ, રાજકોટ અનીલભાઇ મો. 98254 54162, રાજપાન-માર્કેટીંગ યાર્ડ, હુડકો કવાર્ટસ, પ્રકાશભાઇ-મો 99241 95295 પાસે પહોંચાડવાની અષાઢીબીજના કચ્છી નવા વર્ષ નિમિતે મહાપ્રસાદ લેવા રાજકોટ કચ્છી લોહાણા સમાજ (શ્રી કચ્છ લોહાણા દરીયાસ્થાન, મહાશક્તિ પાર્ક, મોરબી રોડ, જકાતનાકા પહેલા, રાજકોટ)ની યાદીમાં જણાવાયું છે.