ભાજપના યુવા નેતા પ્રશાંત વાળાનો આજે જન્મદિવસ

રાજકોટ તા,12
ગુજરાત ભાજપના યુવાનેતા પ્રશાંત વાળાનો આજે 41માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. મિલનસાર સ્વભાવ ધરાવતા પ્રશાંત વાળા ભાજપાના સંનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ કાર્યકર છે.ટીવી ડીબેટમાં તેમની પ્રભાવશાળી અને અભ્યાસપૂર્ણ દલીલો લીધે તેઓ આજે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં બહોળો ચાહકવર્ગ ધરાવે છે.ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના તેઓ બોર્ડ મેમ્બર છે.તેઓ હાલ ભાજપા ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન સેલના પ્રદેશ ક્ધવીનર,ભાજપા પ્રદેશ કારોબારી સભ્ય તથા ભાજપા પ્રદેશ મીડિયા અને ટીવી ડીબેટ ટીમના પણ સભ્ય છે. વિદ્યાર્થીકાળમાં તેઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ અનેક જવાબદારીઓ વહન કરી છે.
તેઓએ અનેક વખત સેબી તેમજ ફાઈનાન્સ મીનીસ્ટ્રીની મીટીંગોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે.તેઓ રાજકોટ શહેરનાં નિવાસી છે.તેઓ એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટનાં વ્યવસાય સાથે જોડાયેલા છે. આજે તેમના જન્મદિને ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે.