મંગલ ચાતુર્માસ પ્રવેશોત્સવ

રાજકોટ,તા.12
શ્રી જંકશન પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે ગોંડલ ગચ્છના ગૌરવશાળી બ્રા.બ્ર.પૂ.શ્રી ધિરગુરૂદેવના આજ્ઞાનુવર્તી શાસનની શોભાસમા સુશિષ્યાઓ મધુર પ્રવકતા બા.બ્ર.પૂ.શ્રી જયોત્સનાબાઈ મ.સ.બા.બ્ર.પૂ.શ્રી હસુતાબાઈ મ.સ. તથા સ્વાધ્યાય પ્રેમી બા.બ્ર.પૂ.શ્રી હર્ષિદાબાઈ મ.સ. ચાતૃમાર્સ અર્થે તા.14-7-18 ને શનીવારના રોજ પધારી રહ્યા છે. આ અવસરે શ્રી જંકશન પ્લોટ જૈન સંઘ બહોળી સંખ્યામાં હાજર રહી પૂ.ગુરૂણી મૈયાના સ્વાગત માટે સૌને વિનંતી કરે છે.