રેસકોર્સ વ્યાયામ શાળા દ્વારા હેલ્ધી રાજકોટ અભિયાન

રાજકોટ,તા.12
રાજકોટ શહેરમાં રેસકોર્ષ વ્યાયામ શાળામાં વ્યાયામ શાળાના સભ્યો દ્વારા હાલ લોકોને કસરત, યોગા, અખાડાની કસરત કરવા શરીરને હેલ્ધી બનાવવા અને કાયા પલટી કરવા અંગે આ ગૃપ દ્વારા વિનામુલ્યે લોક ઉપચાર માટે આ કવાયત હાથ ધરેલ છે અને આ કસરત કરવાથી શરીરમાં કોઇપણ જાતના રોગ, અનિદ્રા, હાઇ-બીપી, લો-બીપી, અને ડાયાબીટીશ વગેરે જેવા અસાધ્ય રોગમાં મદદરૂપ બને અને રાજકોટના નાગરિકો, ભાઇઓ અને બહેનો અને વડિલ અને બાળકો આ કસરત કરીને પોતાની ફીટનેશ બનાવી શકે છે. અને આ ગૃપ દ્વારા આર્યુવેદ ઉપચાર, ઓર્થોપેડીક સલાહ, વેઇટ લોસ, તેમજ અન્ય માનસિક રોગ વગેરે જેવી બીમારીઓનો છુટકારો મળે છે અને આ ગૃપ દ્વારા ફેસબુકમાં લાઇવ છફભયભજ્ઞીતિભ ટુફળજવફહફ-છફષસજ્ઞિં પર જોવા મળશે અને આ ગૃપનું સંચાલન જગદીશભાઇ પદવાણી(જગુદાદા), મયંકભાઇ બાબીયા (સુલતાન), તેમજ સાથીમિત્રો દ્વારા કરવામાં અવે છે અને વધુ માહિતી માટે મંયકભાઇ બાબીયા મો.9067164574 પર સંપર્ક કરી અને માહિતી અને વિનામૂલ્યે સભ્ય બનવા જાહેર જનતાના ફીટનેશ માટે અપીલ કરવામાં આવે છે.