શનિવારે ઝૂંપડપટ્ટીના 1પ1 ભાઇઓ-બહેનોને કપડાં વિતરણ

રાજકોટ તા.1ર
જય માતાજી અબોલ જીવ માનવ સેવા કેન્દ્ર દ્વારા ખોડીયારમાંનો ઉત્સવ ઉજવવા માટે અષાઢી બીજ નિમિતે રોજ સહજાનંદ ગૌશાળા મેટોડામાં 100 ગૌમાતાઓને ર00 કિલો લાડવા, શ્ર્વાનોને પ00 રોટલી અને પ0 લીટર દુધ તેમજ ઝુંપડપટ્ટીના 1પ1 ભાઇઓ-બહેનોને કપડા પણ વિતરણ કરવામાં આવશે.
કાલે ર00 કિલો લાડુ બનાવવામાં આવશે. આ લાડુ વિરમેશ્ર્વર મહાદેવ મંદિર, રેસકોર્ષ પાર્ક, કાદર વોરાની દુકાનવાળી શેરી, એરપોર્ટ ફાટકની નજીક સાંજના 4.30 થી 6.30 વાગ્યે દરમિયાન બનાવશે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે દોલતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ રેસકોર્ષ પાર્ક પરીવાર પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલ, મનસુખભાઇ કણસાગરા, ભીમજીભાઇ સગપરીયા, અલ્કાબેન ખગ્રામ, મહેશભાઇ જીવરાજાની, હીમાંશુભાઇ ચીનોય, હીનાબેન જાની, હેમાબેન મોદી તથા પોલીસ હેડ કવાર્ટરનાં ભાઇઓ-બહેનો તથા રેસકોર્ષ પાર્ક અને મારૂતિનગરનાં ભાઇઓ-બહેનો વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.