મહાપાલિકા દ્વારા નાનામવા સર્કલ ખાતે મા અમૃતમ કેમ્પ યોજાયો

  • મહાપાલિકા દ્વારા નાનામવા સર્કલ ખાતે મા અમૃતમ કેમ્પ યોજાયો

રાજકોટ,તા.12
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.-8 માં તા. 08/07/18 ના રોજ પહેલા માળે, મહિલા મલ્ટી એક્ટીવીટી સેન્ટર, નાના મવા સર્કલ, રાજકોટ ખાતે મુખ્યમંત્રી અમૃતમ માં વાત્સલ્ય કેમ્પ યોજવામાં આવેલ.
આ કેમ્પમાં વિવિધ વિસ્તારના એ100 પરિવારોને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવેલ. આ કેમ્પનું ઉદઘાટન મોહનભાઈ કુંડારીયા સંસદસભ્ય, રાજકોટ નાં વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવવામાં આવેલ. તેમજ કાર્યક્રમની અધ્યક્ષતામા બીનાબેન આચાર્ય મેયર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હાજર રહેલ. તેમજ આ કેમ્પમાં માન. મેયર બીનાબેન આચાર્ય તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ માં કાર્ડ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.
આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે ધનસુખભાઈ ભંડેરી ચેરમેન, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ, કમલેશભાઈ મીરાણી પ્રમુખ, રાજકોટ શહેર ભા.જ.પ., અરવિંદભાઈ રૈયાણી ધારાસભ્ય, રાજકોટ,ગોેવિંદભાઈ પટેલ ધારાસભ્ય, રાજકોટ, લાખાભાઈ સાગઠીયા ધારાસભ્ય, રાજકોટ ગ્રામ્ય, નીતિનભાઈ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણી), અંજલીબેન રૂપાણી પ્રભારીશ્રી, રાજકોટ શહેર ભા.જ.પ. મહિલા મોરચો, અશ્વિનભાઈ મોલીયા (ડે. મેયર, રાજકોટ મ્યુ. કો.), દલસુખભાઈ જાગાણી (નેતા શાસક પક્ષ, રાજકોટ મ્યુ. કો.), અજયભાઈ પરમાર (દંડક રાજકોટ મ્યુ. કો.), માન. દેવાંગભાઈ માંકડ (મહામંત્રી, રાજકોટ શહેર ભા.જ.પ.) ખાસ હાજર રહેલ.
તેમજ આ કેમ્પમાં મુખ્ય મહેમાનઓ વિજયાબેન વાછાણી ચેરમેન, બાગ બગીચા સમિતિ અને કોર્પોરેટર, વોર્ડ નં.-8, રાજુભાઈ અઘેરા કોર્પોરેટર, વોર્ડ નં.-8, જાગૃતિબેન ઘાડીયા - કોર્પોરેટર, વોર્ડ નં.-8, નીતિનભાઈ ભૂત પ્રભારી, વોર્ડ નં.-8, વી.એમ.પટેલ - પ્રભારી, વોર્ડ નં.-8, વી.એમ. પટેલ પ્રમુખ વોર્ડ નં.-8, રઘુભાઈ ધોળકીયા મંત્રી શહેર ભા.જ.પ., મહેશભાઈ રાઠોડ - મંત્રી, શહેર ભા.જ.પ., કાથડભાઈ ડાંગર મહામંત્રી, વોર્ડ નં.-8, રમેશભાઈ ચાવડીયા - મહામંત્રી, વોર્ડ નં.-8 હાજર રહેલ.