ફાઉન્ડ્રી ઉદ્યોગના કામદારોને થતા જીવલેણ રોગ અંગે તબીબી જ્ઞાન શિબિર

રાજકોટ તા,12
રાજકોટના ફાઉન્ડ્રી ઉદ્યોગમાં કામ કરતા કામદારો માટેની એક તબીબી જ્ઞાન શિબિર યોજવામાં આવી હતી. આ તબીબી જ્ઞાન શીબીર વડોદરાના ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટીનું ખુબ જ ઉંડાણ પૂર્વકનું જ્ઞાન ધરાવતા પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટરના જગદીશભાઇ પટેલે કામગીરી દરમ્યાન ઉપસ્થિત થતા રોગો અને તેના નિવારણ માટે તથા રાખવાની સાવચેતી અંગે માર્ગદર્શન આપેલું હતું. શીબીરની શરુઆતમાં શ્રમિક શિક્ષા કેન્દ્રના પી.એસ.બેનરજીએ પ્રાસંગીક ઉદબોધન કરેલ હતું અને બાદમાં સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘના મંત્રી કીરીટભાઇ વોરાએ સર્વેનો પરિચય કરાવેલ હતો. અને શીબીર શા માટે ઉપયોગી છે તે વિશે વિસ્તૃત માર્ગશર્દન આપેલ હતું. શિબિરને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર મજુર મહાજન સંઘના મંત્રી કીરીટભાઇ વોરાએ જહેમત ઉઠાવી હતી.