લલુડી વોકડીમાં પત્તા ટિંચતી આઠ મહિલાઓ 11 હજારની રોકડ સાથે ઝડપાઇ

  • લલુડી વોકડીમાં પત્તા ટિંચતી આઠ મહિલાઓ 11 હજારની રોકડ સાથે ઝડપાઇ


રાજકોટ તા.12
રાજકોટ શહેરમાં દારૂ જુગારનું દુષણ ડામવા માટે પોલીસ દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભક્તિનગર પોલીસે લલુડી વોકડી વિસ્તારમાં દરોડો પાડી આંઠ મહિલાઓને જુગાર રમતા ઝડપી લઇ રોકડા 11 હજાર કબ્જે કર્યા હતા જયારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અટિકાના કારખાનામાં દરોડો પાડી 5 શકુનિઓને પતા ટીંન્ચતા ઝડપી લઇ રોકડા 55,300 કબ્જે કર્યા હતા
રાજકોટમાં જુગારની બદી દૂર કરવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલ પીએસઆઇ ડી એ ધાંધલ્યા સહિતના સ્ટાફે બાતમી આધારે લલુડી વોડકી શેરી નંબર 1માં દરોડો પાડી ઇલાબેન વસંતભાઈ સરવૈયા, રીનાબેન મુકેશભાઈ જોષી, અલ્પાબેન મયુરસિંહ પરમાર, જયશ્રીબેન હિંમતભાઇ પાટડીયા, ગીતાબેન ભાવિનભાઈ પોપટ, આરતીબેન શાંતિલાલ રાયચુરા, આયશાબેન સુલેમાનભાઈ સોરા અને નિલેશ જગદીશભાઈ દાણીધારીયાને તીનપતિનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લઇ રોકડા 11 હજાર કબ્જે કર્યા હતા
આ ઉપરાંત ડીસીબીના પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી પી ઉનડકટ, વિજયસિંહ ઝાલા, પ્રતાપસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ વનાણી, હરેશગીરી ગોસાઈ, પુષ્પરાજસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે બાતમી આધારે કોઠારીયા રિંગ રોડ અટિકા વિસ્તારમાં રાજેશભાઈના કારખાનાની ઓરડીમાં દરોડો પાડી કારખાનાના માલીક રાજેશ ગોરધનભાઈ સખીયા, દિપક રમેશભાઈ રાદડિયા, રવજીભાઈ માયાભાઇ પરમાર, વિજયભાઈ ભુરાભાઇ માંગરોળીયા અને દિપક મનસુખભાઇ ચાવડાને તીનપતિનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લઇ રોકડા 55,300 કબ્જે કર્યા હતા