મેગા જોબફેરમાં બોલાવ્યા 4000, આવ્યા 1435 પસંદગી પામ્યા 1141 ઉમેદવાર

રાજકોટ,તા.12
રાજકોટ રોજગાર કચેરી દ્વારા બેરોજગારો માટે મેગા જોબફેર યોજાયો હતો જેમાં અંદાજે મુજબને સંખ્યા થઇ ન હતી અને માત્ર ત્રીજાભાગના ઉમેદવારો મેગા જોબફેરમાં આવ્યા હતા રાજકોટની જાણીતી કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યું લેવામાં આવ્યા હતા જેમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.
હાલ વર્તમાન સમયમાં રાજકોટ જિલ્લામાં બેરોજગારોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે તેને જોતા યોગ્ય ઉમેદવારોને પ્રતિભા મુજબ નોકરી મળી રહે તેવા હેતુથી રાજકોટ મદદનીશ નિયામક (રોજગાર) કચેરી દ્વારા સમયાંતરે મેળાનું આયોજન કરવામાં આવે છે. અને વિવિધ કંપનીઓને બોલાવવામાં આવે છે.
રોજગારી કચેરી દ્વારા ગઇકાલે રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલ પ્રેમમંદિર બિપશ્ય હાઉસમાં નવજીવન ટ્રસ્ટના સહયોગથી બેરોજગારો માટે મેગાજોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 4000થી વધારે બેરોજગારોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ માત્ર 1435 જ ઉમેદવારો આવ્યા હતા અને તેમાંથી 1141ની પસંદગી કરવામાં આવી હતી. રાજકોટની 36 કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.
રોજગારી કચેરી દ્વારા સમયાંતરે કરવામાં આવતા જોબફેરમાં બેરોજગારો ઓછો રી લઇ રહ્યા હોય તેમ આંકડાઓ સુચવિ રહ્યા છે. અત્યાર સુધીમાં અસંખ્ય જોબફેર કરવામાં આવ્યા છે પરંતુ દર વખતે જે ધારાના હોય છે તેના ત્રીજા ભાગના પણ ઉમેદવાર આવતા નથી. છેલ્લા ચાર મહિનામાં 20 જેટલા જોબફેર કરવામાં આવ્યાં છે 39,691 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા તેમાંથી 5815 ઉમેદવારો હાજર રહ્યા હતા અને તેમાંથી 3347ની પસંદગી કરવામાં આવી હતી આગમી દિવસોમાં પણ જોબફેર કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.
આ અંગે કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના બેરોજગારોને લાયકાત મુજબ નોકરી આપી રહ્યા છે અને વધારેમાં વધારે ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લે તે માટે આવવા જવા માટે એસ.ટી. કુપન પણ આપવામાં આવવા જવા માટે એસ.ટી.કુપન પણ આપવામાં આવે છે અને ઘણછવાર વ્ુડની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ઉમેદવારોને જોબફેરમા વધારે રસ જાગે અને આવે તેવા પૂરતા પ્રયાસ કરવામ)ં આવશે અને જરૂર પડે માર્ગદર્શન સેમીનાર પણ કરવામાં આવશે તેવી વિચારણા ચાલી રહી છે.