સંત કબીર રોડ પર બગીચામાં નવા ગામના યુવાને ઝેરી દવા પીધી

રાજકોટ,તા.12
નવાગામમાં રહેતા યોગેશ નરસીભાઇ અજાડીયા (ઉ.વ.24) નામનો કોળી યુવાને ગવત રાત્રે સંત કબીર રોડ પર આવેલા બગીચામાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
પ્રાથમીક તપાસમાં યોગેશ બે ભાઇ બે બહેનોમાં નાનો અને ગોડાઉનમાં કામે જાય છે. તથા અગાઉ લગ્ન થયા બાદ છુટાછુડા થઇ ગયા હતા તેઓ આ પગલું શા માટે ભર્યું? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં લક્ષ્મીવાડી શેરીનં.-19માં રહેતાં નીતીન જમનભાઇ જોગીયા (ઉ.વ.28) નામના સોની યુવાને ગત સાંજે પોતાના ઘરે ફિનાઇલ પી લેતાં તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો પ્રાથમિક તપાસમાં નીતીન સોનીકામ કરે છે. પરંતુ ધંધામાં મંદી આવતા તેઓ આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.