મવડીમાં 25 કરોડનાં ખર્ચે ઉ.ઈં.પાઈપલાઇન નેટવર્કનો સપ્ટેમ્બર થી પ્રારંભ

  • મવડીમાં 25 કરોડનાં ખર્ચે ઉ.ઈં.પાઈપલાઇન નેટવર્કનો સપ્ટેમ્બર થી પ્રારંભ
  • મવડીમાં 25 કરોડનાં ખર્ચે ઉ.ઈં.પાઈપલાઇન નેટવર્કનો સપ્ટેમ્બર થી પ્રારંભ

રાજકોટ તા,12
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 11 માં ટી.પી. સ્કીમ નં. 26, 27 અને 28 (મવડી) એરિયામાં 100 એમ.એમ. થી 700 એમ.એમ. ડાયા મીટર વોટર-વર્કસ ડી.આઈ.પાઈપ લાઈન દ્વારા પાણી વિતરણ વ્યવસ્થાનું નેટવર્ક હાઉસ કનેક્શન સાથે તૈયાર કરવાનું કામ ચાલુ કરવામાં આવનાર છે. આ કામ અમૃત યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. આ કામનો અંદાજીત ખર્ચ રૂ. 15,53,08,200/- થશે અને આ કામ અંદાજીત સપ્ટેમ્બર-2018 માં ચાલુ કરવામાં આવશે, અને અંદાજીત 18 માસમાં કામ પૂર્ણ થશે. આ પાઈપ લાઈન નેટવર્ક 100 એમ.એમ. થી 700 એમ.એમ. ડાયા ડી.આઈ.(ડક્ટાઈલ આયર્ન) પાઈપ લાઈન કુલ 59,706 રનીંગ મીટર નાકવામાં આવશે તેમજ એમ.ડી.પી.ઇ. હાઉસ કનેક્શન અંદાજીત 5000 કનેક્શન કરવામાં આવશે, તેમ માન. મેયરશ્રી બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં. 11 માં ટી.પી. સ્કીમ નં. 26 અને 27 (મવડી) એરિયામાં મેઈન 18.00 મી. તથા 24.00 મી. ટી.પી. રોડ પર સ્ટોર્મ વોટર ડ્રેઈન નેટવર્ક ડિઝાઈન અને ક્ધસ્ટ્રકશન તૈયાર કરવાનું કામ પણ ચાલુ કરવામાં આવનાર છે, આ કામને પણ અમૃત યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે. જેનો અંદાજીત ખર્ચ રૂ. 9,44,87,500/- થશે અને આ કામ સપ્ટેમ્બર-2018 માસમાં ચાલુ કરવામાં આવશે અને અંદાજીત 12 માસમાં કામ પૂર્ણ થશે. સ્ટોર્મ વોટર ડ્રેઈન નેટવર્કની લંબાઈ 7.90 કી.મી. (18.00 મી. ટી.પી. રોડ પર 3.93 કી.મી. તથા 24.00 મી. ટી.પી. રોડ પર 3.97 કી.મી.) ની આર.સી.સી. બોક્સ ગટર વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવશે. આ ગટર બોક્સની સાઈઝ 1.25 મી. * 0.75 મી. થી 2.00 મી. * 1.50 મી.ની રહેશે અને બોક્સ ગટર આર.સી.સી. સ્લેબથી કવર્ડ કરવામાં આવશે તથા સફાઈ માટે મેનહોલની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
આ પાણી વિતરણ વ્યવસ્થા નેટવર્ક દ્વારા ટી.પી. સ્કીમ નં. 26, 27 અને 28 (મવડી) એરિયાના હાલ કુલ અંદાજીત 20,000 નાગરિકોને આવરી લેવામાં આવેલ છે.
આ પાઈપ લાઈન નેટવર્ક અને સ્ટોર્મ વોટર ડ્રેઈન નેટવર્ક તૈયાર થયે કેવલમ ટેનામેન્ટ, કોપર એલીગંસ, ઇસ્કોન હાઈટ્સ, સંકેત હાઈટ્સ, સાનિધ્ય એવન્યુ, અમિ રેસીડેન્સી, શાલીભદ્ર એપાર્ટમેન્ટ, ચોકલેટ રેસી., ચોકલેટ એવન્યુ, ડ્રીમ સીટી એપાર્ટમેન્ટ, આશોપાલવ સંકુલ, આશોપાલવ કોર્નર, ગોલ હાઈટ્સ, શ્યામલ સ્કાય લાઈફ, ધ કોર્ટ યાર્ડ, આદર્શ ડ્રીમ સીટી ફ્લેટ, ડ્રીમ એવન્યુ એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક ટેનામેન્ટ, જીવરાજનગરી ફ્લેટ્સ, કોપરસેન્ડ એપાર્ટમેન્ટ, વસંતવાટિકા એપાર્ટમેન્ટ, શ્રીવલ્લભ એપાર્ટમેન્ટ (1), (2) તથા (3), ન્યુ લક્ષ્મી સોસાયટી, અરિહંત ફ્લેટ્સ, શાંતિવન બંગ્લોસ, શાંતિવન રમ ફ્લેટ્સ, કસ્તુરી રેસી., કસ્તુરી એવીયરી ફ્લેટ્સ, કસ્તુર કેસલ ફ્લેટ્સ, સહજાનંદ પાર્ક, આર્યલેન્ડ રેસી., શાંતિવન પરિશર, શ્રીજી પેલેસ એપાર્ટમેન્ટ (1) તથા (2), આર્યશ્રી રેસી., આર્યશ્રી ફ્લેટ્સ, શ્યામલ કુંજ એપાર્ટમેન્ટ, આર.એમ.સી. આવાસ યોજના, ભારતનગર આવાસ યોજના કુલ-2, આંબેડકરનગર, કોસ્મોપ્લેકસ એપાર્ટમેન્ટ, ફ્રેન્ડ્સ હાઈટ્સ, ધ લીક એપાર્ટમેન્ટ તથા અંબિકા ટાઉનશીપ અંદરના તમામ વિસ્તારોને લાભ પ્રાપ્ત થશે.