આજીડેમ ચોકડીફ નજીક છકડો રીક્ષા પલ્ટી જતાં ચાલક યુવાનનું મોત

રાજકોટ તા,12
શહેરની ભાગોળે આજીડેમ ચોકડી નજીક માંડા ડુંગર પાસે પાણીની છકડો રીક્ષા પલટી ખાઇ જતાં ચાલક આહિર યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે ભારતનગરમાં કનૈયા હોટલ પાસે રહેતા ભીમાભાઇ ભીખાભાઇ ઘોસીયા(ઉ.વ.35) નામનો આહીર યુવાન આજે સવારે પોતાની પાણીની છકડો રીક્ષા લઇ ભાવનગર રોડ પરતી ફેરો કરી પરત આવતો હતો ત્યારે માંડા ડુંગરાની ગોળાઇ પાસે લક્કીરાજા ફાર્મ હાઉસ પાસે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી ખાઇ ગઇ હતી.
આ અકસ્માતમાં ભીમાભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલીક સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
પ્રાથમીક તપાસમાં મૃતક ભીમાભાઇ ત્રણ ભાઇમાં વચેટ અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીસની છવાઇ જવા પામી છે. આ અંગે આજીડેમ પોલીસે પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.