મેટોડાની કંપનીએ પૂનાની કંપની સામે કરેલો 19 લાખનો દાવો મંજૂર


રાજકોટ તા,12
જી.આઈ.ડી.સી.મેટોડા રાજકોટ મુકામે ઈમ્પેલ કાસ્ટ પ્રા.લી.ના નામથી ઓટો એન્ડ મશીનરી પાર્ટસની કાસ્ટીંગ, ડિલીંગ અને મેન્યુફેકચરીંગનો ધંધો કરતી કંપનીએ મોર્ડન એન્ટરપ્રાઈઝ કે જે 522, એમ.આઈ.ડી.સી. ભોસરી પુના મુકામે ઓટો એન્ડ મશીનરી પાર્ટસનો ધંધો કરે છે અને ઓર્ડર મુજબ ઈમ્પેલ કાસ્ટ પ્રા.લી એ મોર્ડન એન્ટર પ્રાઈઝને રૂા.19,76,232/- નો માલ મોકલેલ જે માલની કિંમત મોર્ડન એન્ડર પ્રાઈઝે નહિં ચુકવતા ગોંડલના સીવીલ કોર્ટમાં રૂા.19,76,232/- ની વ્યાજ સહિતની રકમ મળવા સ્પે.સીવીલ દાવો ગુજારેલ છે દાવો ગોંડલના સીવીલ જજ સી.ડી.એ મંજુર રાખી રૂા.19,76,232/- દાવા તારીખીથી 9% ના વ્યાજ લેખે ઈમ્પેલ કાસ્ટ પ્રા.લી. ને ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.
વાદી તરફે કરવામાં આવેલ દલીલો માન્ય રાખી પ્રતિવાદી કંપની મોર્ડન એન્ટરપ્રાઈઝે વાદી કંપની ઈમ્પેલ કાસ્ટ પ્રા.લી.ને રૂા.19,76,232/- દાવા તારીખથી 9% ના વ્યાજ સાથે ચુકવવા હુકમ ફરમાવેલ તેમજ પ્રતિવાદી મોર્ડન એન્ટરપ્રાઈઝને દાવાનો ખર્ચ ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામમાં વાદી ઈમ્પેલ કાસ્ટ પ્રા.લી. તરફથી રાજકોટના ધારાશાસ્ત્રી અમીત પ્રા.લી. તરફથી રાજકોટના ધારાશસ્ત્રી અમીત.એસ.ભગત, અનિલભાઈ ગજેરા, આનંદકુમાર ડી. સદાવ્રતી, ધર્મેન્દ્ર ડી બારવાડીયા તથા હેમલતાબેન એસ.ચૌહાણ રોકાયેલ હતાં.