અમિત શાહ-નીતિશની બેઠક બાદ બન્નેની ખામોશીથી ‘કાનાફૂસી’

  • અમિત શાહ-નીતિશની બેઠક બાદ બન્નેની ખામોશીથી ‘કાનાફૂસી’

પટના,તા.12
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સવારે નાસ્તા પર મુલાકાત કરી. જેડીયુ એનડીએમાં પરત ફર્યા બાદ અમિત શાહની આ પહેલી બિહાર મુલાકાતમાં આ બંને નેતાઓની મુલાકાત આવનારા દિવસોની રાજકીય તસવીરની દશા અને દિશાની દ્રષ્ટિથી ખૂબ જ અગત્યની છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ચહેરો કોનો હશે અને કંઇ પાર્ટીને કેટલી સીટો મળશે, આ બંને પ્રશ્નોનો રસ્તો એનડીએના કોઇ પક્ષને સૂઝતી નથી. કહેવાય છે કે અમિત શાહ અને નીતીશ કુમારની મુલાકાત આ પ્રશ્નોની આજુબાજુ કેન્દ્રિત છે. અડધા કલાકથી વધુ ચાલેલી આ મુલાકાત બાદ નીતીશ કુમાર હસતા-હસતા બહાર તો નીકળ્યા પરંતુ જેડીયુ કે ભાજપ કોઇ પક્ષની તરફથી કોઇનું નિવેદન સામે આવ્યું નથી.
શાહ અને નીતીશની આ બેઠકમાં બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાય પણ હાજર હતા. શાહ રાત્રિ ભોજન દરમ્યાન પણ સીએમ આવાસમાં નીતીશ કુમાર સાથે મુલાકાત કરશે. એવામાં અગત્યનો પ્રશ્ન એ છે કે આ પોલિટિકલ નાસ્તો અને પોલિટિકલ ડિનરનું પરિણામ શું બિહારમાં એનડીએના તમામ ઘટક પક્ષોને સાથે રાખવામાં સફળ થશે? જો કે એનડીએમાં સામેલ તમામ પક્ષ, ભાજપ, જેડીયુ, એલજેપી, અને આરએલએસપી એ સમય-સમય પર ગઠબંધન બની રહેવાનો દાવો કર્યો છે. પરંતુ સીટ શેરિંગ અને ચૂંટણીમાં કોઇ ચહેરો બનાવામાં આવે તેને લઇ બધાનું પોતાનું સ્ટેન્ડ છે. નીતીશ પણ અત્યાર સુધી સાથ-સાથ અને થોડાંક નિરાશ-નિરાશ વાળા મૂડમાં દેખાઇ રહ્યાં છે. હવે નીતીશ કુમાર અને અમિત શાહ ડિનર પર મળશે. જ્યાં સુધી બંનેની તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે આવતું નથી કોઇ પરિણામ પર પહોંચી શકાય નહીં. કહેવાય છે કે અમિત શાહ બપોરે પાર્ટી કાર્યકર્તાઓને પણ સંબોધિત કરવાના છે. શકય છે કે તેમાં ભાજપની આગળની કાર્યયોજના પણ સામે આવી.