શાસ્ત્રી મેદાન ખાતેના બસ સ્ટેન્ડમાં પોલીસ ચોકી કાર્યરત

  • શાસ્ત્રી મેદાન ખાતેના બસ સ્ટેન્ડમાં પોલીસ ચોકી કાર્યરત

રાજકોટ શહેરના શાસ્ત્રી મેદાન ખાતે કાર્યરત હંગામી એસટી બસ સ્ટેશન ખાતે તાત્કાલીક અસરથી પોલીસ ચોકી શરૂ કરવા માટે વિભાગીય નિયામક કચેરી દ્વારા કરાયેલી માંગણીના અનુસંધાને તાજેતરમાં સંયુકત પોલીસ કમિશનર દ્વારા એ-ડીવીઝન પોલીસ સ્ટેશનને હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. વધુમાં આ અંગે રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘આજકાલ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શાસ્ત્રીમેદાન સેન્ટ્રલ એસટી બસ સ્ટેશનમાં દરરોજ 1325 બસ અને અંદાજે 50 હજાર મુસાફરોની અવરજવર હોય તેમની સુરક્ષા માટે અત્રે પોલીસ ચોકી હેાવી અનિવાર્ય છે. અવારનવાર લોકોના ખીસ્સા કપાવા તેમજ બેગ લીફટીંગ જેવા બનાવો બનતા હેાય પોલીસ ચોકી શરૂ કરવા કરેલી રજુઆત ગ્રાહ્ય રખાઈ છે૩ બસ સ્ટેશન નાઈટ પેટ્રોલિંગમાં હોમગાર્ડઝની પ્રશંસનીય કામગીરી.   રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે કાર્યરત હંગામી સેન્ટ્રલ એસટી બસ સ્ટેશનમાં ફરજ બજાવતા છ હોમગાર્ડઝની નાઈટ પેટ્રોલીંગની કામગીરી પ્રશંસનીય હોવાનું સ્ટોલધારકો, એસટી બસ સ્ટેશન સ્ટાફ તેમજ નિયમીત અપડાઉન કરતા મુસાફરો જણાવી રહ્યા છે. આ હોમગાર્ડઝ જવાનોમાં ઈન્ચાર્જ અનિલભાઈ મનુભાઈ જીતીયા (સનદ નં.019), વિમલ રાઘવભાઈ નકુમ (સ.નં.352), રાજેન્દ્રસિંહ