હવેથી કામનો રીપોર્ટ વોર્ડ ઓફિસર આપશે: કાનગડ

  • હવેથી કામનો રીપોર્ટ વોર્ડ ઓફિસર આપશે: કાનગડ

રાજકોટ,તા.12
રાજકોટ મનપાના નવા ચેરમેન ઉદયભાઇ કાનગડે ચાર્જ સંભાળયાના પ્રથમ દિવસથી લોકોના પ્રશ્ર્નો ઉકેલવાની કામગીરી હાથ ધરી છે તેમજ દરેક વિભાગના અધિકારીઓને કામ કરવું પડશે તેવી ચિમકી આપ્યા બાદ તંત્ર દોડતું થઇ ગયું છે જેમા આજરોજ દરેક વોર્ડની જવાબદારસ વોર્ડ ઓફિસરને આપવા માટે આજે મિટીંગ બોલાવી છે. શહેરીજનોની પાયાની સમસ્યાઓના ઉકેલ માટે સ્ટે.ચેરમેન ઉદયભાઇ કાનગડે કમર કસી છે. અને જણાવેલ કે દરેક વોર્ડમાં વોર્ડ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. છતાં વોર્ડ ઓફિસમાં દરેક વિભાગના કર્મચારીઓ પોતાની કામગીરી કરે છે ત્યારે વોર્ડ ઓફિસરની જવાબદારી શું? વોર્ડ ઓફિસર વોર્ડનો રાજા કહેવાય છે તો હવેથી રોડ, રસ્તા, પાણી ડ્રેનેજ, વેરો સહિતની થતી કામગીરીનો રોજેરોજનો રીપોર્ટ વોર્ડ ઓફિસરે તૈયાર કરીને ડીએમ સીને આપવાનો રહેશે ત્યાર બાદ ઉચ્ચ અધિકારી દ્વારા રીપોર્ટના આધારે દરેક બાબતનું ફોલોઅપ લેવામાં આવશે અને તમામ કામગીરીની સમિક્ષા કરવામાં આવશે.
વોર્ડ ઓફિસરોને જવાબદારી સોંપવા માટે સ્ટે.ચેરમેન આજ રોજ તમામ વોર્ડ ઓફિસર અને ડીએમસી સાથે મિટીંગનું આયોજન કર્યુ છે. અને મિટીંગમાં તમામ વોર્ડની કામગીરીની રૂપરેખા તૈયાર કરવામાં આવશે તેમ ચેરમેન જણાછ્યું હતું.