વધુ 12.3 કિલો પાન પ્લાસ્ટિક જપ્ત ; 39 દુકાનદારોને દંડ કરાયો

  • વધુ 12.3 કિલો પાન પ્લાસ્ટિક જપ્ત ; 39 દુકાનદારોને દંડ કરાયો

રાજકોટ તા,12
રાજકોટ મહાપાલિકા દ્વારા આજે પણ વેસ્ટઝોન અને ઈસ્ટઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકની સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરી 12.3 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયુ હતું.
પાન માવા પ્લાસ્ટીક વાપરવા સામે પ્રતિબંધ હોવા છતાં વેસ્ટ ઝોન ખાતે આજે પાન માવા પ્લાસ્ટીક જપ્તીકરણની કામગીરી મુખ્યત્વે ધારાગેસ રોડ, ગોકુલ નગર મે.રોડ, લાખના બંગલા રોડ, નાનામવા રોડ ખાતે આવેલ દુકાનધારકો પાસેથી 4.5 કિલો પાન માવા પ્લાસ્ટિક જપ્ત કરી 18 દુકાનદારો પાસેથી રૂા.2200 વહિવટી ચાર્જ વસુલ કરાયો છે.
ચેકિંગ દરમિયાન નાનામવા રોડ પર કુલ 06 પાનની દુકાનમાંથી 04 દુકાનમાં પાન માવા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી ખાખરાના પાનનો વપરાશ ચાલુ કરેલ છે.
પૂર્વ-ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પૂર્વ-ઝોનમાં આવેલ મોરબી રોડ, સર્વિસ રોડ, આડા પેડક રોડ, 80 ફુટ રોડ, કોઠારિયા રોડ, વગેરે પર પાન પીસ, પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા જપ્ત કરવાની ઝુંબેશ કરવામાં આવેલ હતી. જેમાં 7.8 કિલો પાન પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. તેમજ 21 આસામી પાસેથી રૂા.6950 વહિવટી ચાર્જ વસુલાયો હતો.