કલેકટરે નાસ્તીક ધર્મની મંજુરી ફગાવી : મામલો હાઈકોર્ટમાં

રાજકોટ તા,12
કલેકટર અને રાજકોટનું ગેજેટ કચેરીએ વિપ્ર યુવાનની ધર્મ પરિવર્તન કરવાની અરજી ફગાવી દેતાં મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. વિપ્ર યુવાને હાઈકોર્ટમાં કલેકટરની અપીલ સામે અરજી કરતા જણાવ્યું છે કે પોતાનો ધર્મ, ધર્મ નિરપેક્ષ, નાસ્તીક અથવા રાષ્ટ્રવાદી ગણવાની માગણી કરી છે.
હાઈકોર્ટમાં દાખલ કરેલ અરજીમાં 34 વર્ષિય રાજવિર ઉપાધ્યાયએ જણાવ્યુ છે કે ભારતનું બંધારણ કોઈપણ ધર્મને અપનાવવાની પરવાનગી આપે છે તે ધાર્મિક ભેદભાવથી પીડિત છે. તેથી તે ધર્મને સેકયુલર અથવા તો રાષ્ટ્રવાદીના રુપમાં ગણવા માગે છે.
રાજવીર ઉપાધ્યાયના મત મુજબ આ દેશની કિંમત છે ઉપરાંત ગુજરાત રિલિઝન એકટમાં ફેરફાર કરવાની માગણી કરી છે કારણ કે તેમાં ધર્મનીપેક્ષતા અને નાસ્તીકનો વર્ણન કરાયુ નથી. રીક્ષા ચાલક તરીકે કામ કરતા રાજવીરે આ માટે જિલ્લા કલેકટર અને રાજકોટ ગેઝેટ કચેરીમાં ધર્મ બદલવાની માગણી કરી હતી જે માગણીને નામંજુર કરવામાં આવી હતી.
રાજવીરે કહ્યું હતું કે જિલ્લા કલેકટર દ્વારા તેની અપીલને નામજુર કરવામાં આવ્યા બાદ તેઓ કલેકટરના હુકમ સામે હાઈકોર્ટમાં અપીલ કરી છે. જિલ્લા કલેકટરે નાસ્તીક ધર્મ અપનાવવાની તેની માગણીને ગત મે મહિનામાં ફગાવી દિધી હતી. જ્યારે ભારતીય બંધારણના અનુચ્છેદ 25 અને 26 મુજબ ભારતનો કોઈપણ નાગરીકને કોઈપણ ધર્મ અપનાવવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર છે. એટલા માટે જિલ્લા કલેકટર દ્વારા રદ કરવામાં આવેલી તેની અરજી ગેર વાજબી છે.
ગુજરાત રિલિઝન એકટમાં ફેરફાર કરવાની માગણી સાથે રાજવીરે કહ્યું હતું કે આ એકટ ધર્મ અથવા નાસ્તીક ધર્મના અભ્યાસ કરવાની આઝાદીને ઉલ્લંઘન બરાબર છે. ભારતીય બંધારણ કોઈપણ ધર્મનો અભ્યાસ કરવાની આઝાદી આપે છે એટલા માટે બંધારણ દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતાને સલામત રાખવા માટે ફેરફાર જરૂરી છે. તેઓએ વધુમા કહ્યું હતું કે મને નાસ્તીક અને સેક્યુલરના રૂપમાં મારા ધર્મ અને વર્ણન કરવાની પરવાનગી આપવામાં આવી નથી. જેને કોઈ સાથે લેવાદેવા નથી. જિલ્લા કલેકટરે ‘નાસ્તિક ધર્મ’ અપનાવવાની તેની અપીલને નામંજૂર રાખતાં મામલો કોર્ટમાં