મચ્છરોની ઉત્પતિ રોકવા ર7 શાળા-કોલેજ, હોસ્પીટલોની ‘તપાસ’

  • મચ્છરોની ઉત્પતિ રોકવા ર7  શાળા-કોલેજ, હોસ્પીટલોની ‘તપાસ’
  • મચ્છરોની ઉત્પતિ રોકવા ર7  શાળા-કોલેજ, હોસ્પીટલોની ‘તપાસ’

રાજકોટ તા.1ર
રાજકોટમાં ધાબડીયા વાતાવરણ અને મિશ્ર ઋતુ વચ્ચે રોગચાળો વધી રહ્યો હોવાનું દેખીતી રીતે જણાય છે પરંતુ મહાપાલીકાના મતે બધુ કાબુમાં છે ! શહેરમાં મચછરોની ઉત્પતિ રોકવા ચેકીંગ ચાલુ રખાયું છે.
મનપાની આરોગ્ય શાખાની ટીમોએ ર7 શાળા-કોલેજ, હોસ્પીટલ અને હોટલો ઉપરાંત બાંધકામ સાઇટ વગેરે સ્થળે મચ્છર ઉત્પતિ બાબતે તપાસ કરી હતી. મચ્છર ઉત્પતિ જે અન્ય સ્થળો પર જણાય છે તેવા 193 આસામીને નોટીસ અપાઇ છે. 3ર ખાડા-ખાબોચીયામાં દવા છંટકાવ કરાયો હતો તથા એક સપ્તાહમાં ર901 ઘરે ફોગીંગ કરાયું હતું. 3ર308 ઘરમાં સર્વે કરાયો છે.
એક સપ્તાહમાં ર7 રેકડી, 19 દુકાન, 16 ડેરી, 17 હોટલ, 1પ બેકરી સહિત 100 સ્થળે રર3 કિલો વાસી ખાદ્યપદાર્થોનો નાશ કરાયો હતો. આ સપ્તાહ દરમિયાન સામાન્ય શરદી, ઉધરસ, તાવના 178 કેસ નોંધાયા હતા. જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના એકપણ કેસ ન નોંધાયાની નોંધ સાથે મનપાએ રાહત માની છે ! ઝાડા, ઉલ્ટીના 107, ટાઇફોઇડ અને કમળાના ર-ર, મેલેરીયાના 3 અને મરડાના 6 તેમજ અન્ય તાવના 19 કેસ નોંધાયા હતા.