જ યુબેલી શાક માર્કેટની મુલાકાત લેતા પરેશ પીપળીયા

  • જ યુબેલી શાક માર્કેટની મુલાકાત લેતા પરેશ પીપળીયા

જાગૃત કોર્પોરેટર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના ભાગ રૂપે માર્કેટ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જ્યુબેલી શાક માર્કેટની સ્થળ મુલાકાત લઇ શાક માર્કેટની અંદર વેપાર કરતા વેપારીઓના જુદા જુદા પ્રશ્નો સાંભળી, તેમના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવામાં આવશે તેવી બાહેંધરી આપી હતી. તેમજ પોતપોતાના વેપારધંધાની આજુબાજુમાં સાફ સફાઈ રાખવા તેમણે વેપારીઓને સુચના આપેલી હતી.
વધુમાં મારકેટ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ શાક માર્કેટનું નિરિક્ષણ કર્યું હતું અને આસી.મેનેજર બી.એલ.કાથરોટીયા, બી.બી.જાડેજા તથા લગત અધિકારીઓને રાજકોટ મહાનગરપાલિકા લગત જુદી જુદી સેવાઓ સત્વરે પૂરી પાડવા સુચના આપી હતી.