ચાર સફાઈ કર્મચારીઓને નિયત પગારમાં નિમણુંક અપાઈ

રાજકોટ મહાનગરપાલિકામાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં પાર્ટટાઈમ સફાઈ કામદાર તરીકે જરૂરી ફરજ બજાવતા 4 કર્મચારીઓએ 1800 દિવસ પૂર્ણ કરતા તેઓને, આજરોજ નિયત પગારમાં નિમણુંક આપવાનો હુકમ મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સેનેટરી સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયાના હસ્તે આપવામાં આવ્યો છે. સફાઈ કામદાર તરીકે કાયમી થયેલ સંજયભાઈ વાઘેલા, મુકેશભાઈ બાબરિયા, સોનલબેન વાળોદરા, નિલેશભાઈ વાઘેલાનો સમાવેશ થયેલ છે.