કુંડલીયા કોલેજમાં વિશ્ર્વ પર્યાવરણ દિન નિમિત્તે સ્પર્ધા

રાજકોટ તા.1ર
જે.જે.કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિશ્ર્વ પર્યાવરણ દિન નિમિત્તે જ્ઞાન અને કૌશલ્ય ધારા અંતર્ગત હિંદી સૂત્ર લેખન અને પર્યાવરણ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. કોલેજના પ0 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પર્યાવરણ બચાવો વિષયને ધ્યાનમાં રાખીને સૂત્રો અને ચિત્રો દ્વારા પોતાના વિચારો વ્યકત કર્યા હતા.
આ પ્રસંગે પ્રિન્સીપાલ ડો.યજ્ઞેશભાઇ જોશીએ વધતા જતા પ્રદુષણને નાથવું જરૂરી છે. દરેક વિદ્યાર્થીઓએ વૃક્ષો વાવી અને તેનું જતન કરી તેને ઉછેરવાનો સંકલ્પ કરાવ્યો હતો. નિરામય પર્યાવરણ એટલે આપણી ધરતીને હરીયાળીથી અભર બનાવવા આપણે સૌ સહિયારો પુરૂષાર્થ કરીએ. પર્યાવરણને બચાવવા અપીલ કરી હતી.
આ સ્પર્ધામાં બાવલીયા વિશાલ પ્રથમ, રોજાસરા શીતલ બીજા ક્રમે અને પરમાર રાધા અને સોજીત્રા સાહિલ તૃતીય ક્રમે વિજેતા થયા હતા. વિજેતાઓને વિશેષ પુરસ્કાર આપી પ્રિન્સીપાલ ડો.યજ્ઞેશભાઇ જોશીના હસ્તે પુરસ્કૃત કરાયા હતા.