જીવનનગર સમિતિ દ્વારા તેજસ્વી તારલાઓનું કરાશે સન્માન

રાજકોટ તા.1ર
ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં.10 જાગૃત નાગરીક મંડળ, જ્ઞાનજીવન, દેશળદેવ પરાના જાગૃતોના સંયુકત ઉપક્રમે વર્ષ ર018માં ધો. 1 થી કોલેજ કક્ષામાં પ્રથમ અને ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરેલા તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમ યોજવા સંબંધી આયોજન થયું છે. રાજકોટ મહાનગરપાલીકામાં નવા વરાયેલા પદાધિકારીઓના બહુમાન સમારંભનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે.
સમિતિના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રૈયા રોડ, બ્રહ્મસમાજ સામે આવેલ જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા અને અમી પાર્ક સોસાયટીના રહીશોના તેજસ્વી તારલાઓ ધો.1 થી 9 માં 7પ ટકા અને ધો.10 થી કોલેજ કક્ષાના 70 ટકા ગુણાંક પ્રાપ્ત કરેલાઓનું આગામી સ્વાતંત્ર્ય દિને ભવ્ય સન્માન સાથે ઇનામ આપવામાં આવશે. આ વિસ્તારના છેલ્લા એક વર્ષથી વધુ રહેઠાણનો આધાર સાથે માર્કશીટ તા.ર8 મી જુલાઇ સુધી કાર્યાલયમાં સ્વીકારી પહોચ આપવામાં આવશે.
સમિતિના પ્રમુખ જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ નવીનભાઇ પુરોહિત, વિનુભાઇ ઉપાધ્યાય, વિજયભાઇ જોબનપુત્રા, વી.સી.વ્યાસ, જેંતીભાઇ જાની, પાર્થ ગોહેલ, પંકજભાઇ મહેતા, શૈલેષભાઇ પુજારા, અંકલેશ ગોહિલ, શૈલેષ પટેલ, પુજારી ભૂપેન્દ્રભાઇ ભટ્ટ, મહેશભાઇ ભાણવડીયા, નિલેશ પીઠડીયા, ભરતભાઇ મહેતા, હિતેષભાઇ ચુડાસમા, મહિલા મંડળના શોભનાબેન ભાણવડીયા, અલ્કાબેન પંડયા, સુનિતાબેન વ્યાસ, જ્યોતિબેન પુજારા, આશાબેન મજેઠીયા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, હર્ષિદાબેન શુકલ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.