બોલબાલા ટ્રસ્ટ દ્વારા વડીલ વંદના તથા સંગીત સંધ્યા કાર્યક્રમ

રાજકોટ તા,12
બોલબાલા ટ્રસ્ટ - રાજકોટ તેની અનેકવિધ પ્રવૃત્તિના ભાગરૂપે તાજેતરમાં વડીલ વંદના તથા સંગીતસંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે શહેરની મુકેશફેન કલબ તરફથી મનસુખભાઈ વાવેચા તથા તેમના સાથીદારો હસમુખભાઈ સોની તથા ગીતાબેન ગઢવીએ એક એકથી ચડીયાતા જુના ફીલ્મી ગીતો રજુ કરી વડીલોને વિતેલા વર્ષોની યાદગાર પળો માણવા કરી દીધા હતા.
આ પ્રસંગે તેઓએ ગુજરાતી ગીતો રજુ કરતા સૌ વડીલો મન મુકીને રાસ રમેલ. તેથી થોડીવારમાં વાતાવરણ ભક્તિમય બની ગયેલું. આજના આ પ્રસંગે મહેમાન તરીકે સુરેશભાઈ મારૂ, ભારતીબેન નથવાણી, છાયાબેન ડામી, ઉષાબેન સોનેજી, પીનાબેન કોટક, ગીતાબેન ગગલાણી, ડો.હિતાબેન, તૃપ્તીબેન રાજવિર તથા ભાવનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ચોવટિયાભાઈ, કરશનભાઈ ગઢિયા, પ્રવિણભાઈ મહેતા, લલીતભાઈ ધામેલિયા અને કાશ્મીરાબેને જહેમત ઉઠાવી હતી. આગામી સંગીત સંધ્યા કાર્યક્રમ તા.30/8ના રોજ સાંજે 3:30 યોજાશે.