સવારથી જ અનેક સ્થળે વરસાદ; હવે મેઘો વરસે તેની રાહ

  • સવારથી જ અનેક સ્થળે વરસાદ; હવે મેઘો વરસે તેની રાહ
  • સવારથી જ અનેક સ્થળે વરસાદ; હવે મેઘો વરસે તેની રાહ

રાજકોટ, તા. 12
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે મેઘાવી માહોલ જામ્યો છે. વળી એક સાથે ત્રણ-ત્રણ સીસ્ટમ કાર્યરત છે પરંતુ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાને બાદ કરતા અન્યત્ર હજુ વરસવામા મેઘરાજા કંજુસાઈ કરી રહ્યા છે જેવામાં આજે સવારથી જ મોટા ભાગના સ્થળે ઝરમર ઝાપટા શરૂ થયા છે. આ પહેલા આજે પુરા થતા 24 કલાક દરમિયાન ઝાપટાથી લઈ અઢી ઈંચ સુધી વરસાદ વરસી ગયાના વાવડી મળી રહ્યા છે.
ચાલુ વર્ષે જુલાઈ મહિનાનો અડધો સમય વીતવા આવ્યો છતા સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી સાર્વત્રીક મેઘમહેર નોંધાઈ નથી જેને કારણે સમગ્ર જનતાની નજર આકાશ પર મંડાયેલી છે એવામા છેલ્લા ચાર દિવસથી એક સાથે ત્રણ મજબૂત સીસ્ટમ સૌરાષ્ટ્ર પર મંડરાયેલી છે પરંતુ કુદરત ગમે તે કારણોસર કૃપા વરસાવતો નથી.
એક બાજુ દક્ષિણ ગુજરાતના ઉતરીય વિસ્તારમાં 3.1 કીમી અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયુ છે સાથે જ દરીયાઈ સપાટીથી ઉતર પશ્ર્ચિમની સપાટીએ દરીયાઈ સપાટીથી ઉપર 5.8 કીમીએ મોસમી પવનોની રેખા સર્જાઈ છે. વળી સવારના સમયે દક્ષિણ પાકિસ્તાન અને પશ્ર્ચિમ રાજસ્થાનના ઉપરીય ભાગમા અપરએર સાયકલોનીશન સર્જાયુ છે આ એક સાથે ત્રણ મજબૂત સીસ્ટમ સૌરાષ્ટ્ર-કચ્છમાં સચરાચર મેઘમહેર આપી શકે તેવી સર્જાઈ છે પરંતુ અમરેલી સોમનાથ જિલ્લાને બાદ કરતા મેઘરાજા વરસવામા કંજુસાઈ કરી રહી છે.
આજે વ્હેલી સવારે રાજકોટ શહેર તેમજ જિલ્લાના ગોંડલ ધોરાજી જેતપુર ઉપલેટા પાટણવાવ સહિતના વિસ્તારોમાં ઝાપટા વરસી રહ્યા છે એવામા આજે પૂરા થતા 24 કલાક દરમિયાન સવાર સુધીમાં નોંધાયેલા વરસાદી આંકડામા જામકંડોરણા 2॥, વિસાવદ 4 ભેસાણ મેંદરડા વંથલી ગીરગઢડા કોડીનાર 1॥ ઈંચ, વડીયા તાલાલામાં 1 ઈંચ, અંજાર ભાવનગર 1 ઈંચ, જામજોધપુર પોરબંદર ધોરાજી ગોંડલ માણાવદર ઉના ઘોઘા અને રાણપુરમાં અડધો ઈંચ જયારે લોધીકા પડધરી રાજકોટ જામનગર દ્વારકા કલ્યાણપુર ખંભાળીયા રાણાવાવ માળીયાહાટીના કેશોદ સુત્રાપાડા વેરાવળ બાબરા બગસરા ધારી જાફરાબાદ ખાંભા લાઠી મહુવા બોટાદ વરવાળા સહિતના ગામોમાં હળવા-ભારે ઝાપટા સાથે અડધા ઈંચ સુધી વરસાદ પડયો છે.
રાજકોટ
રાજકોટમાં વ્હેલી સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે અને સવારથી જ છુટાછવાયા છાટા વરસી રહ્યા છે આ પહેલા ગઈકાલે ભારે મેઘાવી માહોલ વચ્ચે માત્ર એકાદ હળવુ ઝાપટુ વરસ્યુ હોય શહેરીજનો નિરાશ થયા હતાં. અસહ્ય બફારા અને ગરમીથી ત્રસ્ત લોકો હવે મેઘમહેરની રાહમાં છે. મેઘાવી માહોલમાં આભનો અદભુત નજારો
સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની ચાલતી આગાહી વચ્ચે રાજકોટમાં બુધવારે દિવસભર અષાઢી માહોલ રહ્યા બાદ સાંજના સમયે સંધ્યા ખીલી હતી તો આજે સવારે પણ ભારે મેઘાવી માહોલથી અંધારૂ છવાયું હતું.