યોગેન્દ્ર યાદવની બહેનની હોસ્પિટલમાંITદરોડા: 22 લાખ જપ્ત

નવી દિલ્હી તા.1ર
ઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટ હરીયાણાના રેવાડીમાં સ્વરાજ ઇન્ડીયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવ સાથે સંકળાયેલ લોક હોસ્પીટલ સમુહના જુદા-જુદા પરીસરોમાંથી લગભગ રર લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આ પહેલા
માહિતી મળી હતી કે હોસ્પીટલ સમુહે ઘરેણા ખરીદવા માટે નીરવ મોદીની ફર્મને રોકડમાં ચુકવણી કરી હતી. જો કે સ્વરાજ ઇન્ડીયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવે આરોપ લગાવ્યો છે કે તેની બહેનની હોસ્પીટલ પર દરોડા માત્ર ડરાવવા અને ચુપ કરાવવા માટે પાડવામાં આવી રહ્યા છે. કારણ કે તેમને હરિયાણામાં ખેડૂતોને તેમના પાકના વ્યાજબી દામ મળે તે માટે અભિયાન ચલાવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટે કલાવતી હોસ્પીટલ અને કલમ નર્સીગ હોમ અને તેના મુખ્ય ભાગીદાર ગૌતમ યાદવ કે જે યોગેન્દ્ર યાદવની બહેન નીલમ યાદવના પુત્ર છેના અને અન્ય નિવાસ પરીસરોમાં તલાસી લીધી હતી. ઇન્કમટેક્ષના અધિકારીઓએ જણાવ્યું હતું કે નીરવ મોદી ગ્રુપથી મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરાઇ છે. ઉલ્લેખનીય છે કે નીરવ મોદી પીએનબી લોન કૌભાંડના ફરારી આરોપી છે.