ડાક પાર્સલ લખેલા ટ્રકમાં દારૂની હેરફેર: વાંકાનેરમાં વધુ એક ગુન્હો

  • ડાક પાર્સલ લખેલા ટ્રકમાં દારૂની હેરફેર: વાંકાનેરમાં વધુ એક ગુન્હો

મોરબી : મોરબી જીલ્લાના વાંકાનેર ટોલનાકા નજીક ડાક પાર્સલ લખેલ ટ્રકમાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાવા મામલે આર. આર.સેલ દ્વારા ખોટા પ્રમાણપત્રોને આધારે દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરનાર ચાર આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.
આર.આર.સેલના હેડ કોન્સ્ટેબલ રસીકભાઇ મનસુખભાઇ પટેલે ગેરકાયદે દારૂ પ્રકરણમાં (1) સત્યનારાયણ ઉર્ફે સતુ શ્રીચંદ, રહે કપરીવાસ, જી. રિવારી, હરિયાણા, ટ્રક માલિક તથા ઇગ્લીશ દારૂ મોકલનાર (2) સાહીદખાન સ/ઓફ જકરીયાખાન, રહે.બાવલા, તા.તાઉરૂ, જી.મેવાત (નુહ), હરીયાણા, ડ્રાઇવર, (3) કારા રાણાભાઇ રબારી, રહે. જુનાગઢ, લીરબાઇપરાવાળાને તે આ ઇગ્લીશ દારૂ મંગાવનાર તેમજ (4) દસ્તાવેજો/પ્રમાણપત્રો (બિલ્ટીઓ) માં સહી કરનાર જુદી જુદી વ્યક્તિઓ તેમજ તપાસમાં ખુલે તેઓ તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવ્યો છે.
વધુમાં આ તમામ શખસો દ્વારા ગેરકાયદેસરના ઇગ્લીશ દારૂના જથ્થાને ઘુસાડવા માટે ઉપરોકત ટ્રકમાં ડાક પાર્સલ પણ લખેલ તેમાં ઉપરોકત મુજબના સરકારી-અર્ધસરકારી અને ખાનગી દસ્તાવેજો/ પ્રમાણપત્રો મળી આવેલ છે. જે દરેક દસ્તાવેજો/ પ્રમાણપત્રોમાં જુદી જુદી વ્યક્તિઓની સહીઓ છે.જેથી આ ઉપરના તમામ આરોપીઓએ અને તપાસમાં ખુલે તે તમામે ગુજરાતમાં દારૂબંધી હોવાનું જાણવા છતા ગેરકાયદેસરના ઇગ્લીશ દારૂના જથ્થાને આ દસ્તાવેજો/ પ્રમાણપત્રો (બિલ્ટીઓ) નો ઉપયોગ કરી ટ્રક મારફતે ઘુસાડવા માટે પુર્વ આયોજીત કાવતરૂ રચી ટ્રકમાં ગેર કાયદેસર રીતે જુદી જુદી બ્રાંડનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોવા છતા ટ્રકમાં ડાક પાર્સલ પણ લખેલ અને ટ્રકમાં ઓટો પાર્ટ્સ ભરેલા છે તેવુ બતાવવા અને માર્ગમાં ચેક કરનારનો વિશ્વાસ સંપાદિત કરવા માટે જાણી જોઇને ખોટી માહિતીનો ખોટો પુરાવો ઉભો કરી માલ-સામાનના દસ્તાવેજો/ પ્રમાણપત્રોમાં જણાવ્યા મુજબનો ટ્રકમા માલ-સામાન ભરેલ ન હોવા છતા ખોટા દસ્તાવેજો/પ્રમાણપત્રો (બિલ્ટી) બનાવી તે સાચા તરીકે ઠગાઇ કરવાના હેતુથી બનાવી તે દસ્તાવેજો/ પ્રમાણપત્રો (બિલ્ટી) નો ખરા તરીકે ઉપયોગ કરવા બનાવટી દસ્તાવેજો/પ્રમાણપત્રો (બિલ્ટી) કબજામા રાખી એક બીજાએ મદદગારી કરી ગેરકાયદેસર રીતે જુદી જુદી બ્રાંડનો દારૂનો જથ્થો ટ્રકમાં ભરી જે ટ્રકનો કબજો રાખી ટ્રકના ચેકીંગ સમયે રાજ્યસેવક પાસે ખોટી માહીતી બતાવવા અને જણાવવા મોટા પ્રમાણમા ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી ઇગ્લીશ દારૂની ડીલીવરી આપવા/ અપાવવા અને લેવા આવતા હાલ સુધીની તપાસ દરમ્યાન ફલીત થયેલ હકિકત ઉપરથી ઉપર જણાવેલ તમામ આરોપીઓ તથા (બિલ્ટીઓ) માં સહી કરનાર જુદા જુદા વ્યક્તિઓ અને તપાસમાં ખુલે તેઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.