મોરબી નજીક ટ્રકની ઠોકરે યુવાનનું મોત

મોરબી તા,12
મોરબી વાંકાનેર હાઈવે પર રફાળેશ્વર નજીક આવેલા દરિયાલાલ હોટલ પાસે મોડી રાત્રીના સમયે 30 વર્ષના યુવાનને અજાણ્યા ટ્રક ચાલકે ઠોકર મારી હતી જે અકસ્માતમાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જયારે ટ્રક ચાલક ફરાર થયો હતો મૃતદેહને પોલીસે પીએમ માટે હોસ્પિટલ ખસેડી યુવાનની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે અને અજાણ્યા ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીના રફાળેશ્વર નજીક જીઆઈડીસી વિસ્તારમાં રોડની સાઈડમાં ટ્રક પાર્ક કરીને ટ્રકના પાછળના ભાગે કામ કરી રહેલા ગાંધીધામના રહેવાસી ઈશ્વરભાઈ રમેશભાઈ જોઈસરને અન્ય એક ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા ઈશ્વરભાઈને ગંભીર ઈજા પહોંચી હતી જેને મોરબી પ્રાથમિક
સારવાર આપી બાદમાં વધુ
સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યો છે.