મોરબીમાં પાટીદાર શહીદયાત્રામાં વિશાળ મેદની: માર્ગો ટૂંકા પડ્યાં

મોરબી તા.12
મોરબી મા પાટીદાર અનામત આંદોલન સમિતિ આયોજિત પાટીદાર શહીદ યાત્રા આજરોજ જિલ્લાના હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે થી શહીદ યાત્રાનું પ્રસ્થાન કરાવી મોરબી મા ફરી હતી
આજે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામ ખાતેથી આજે મંગળવારે સવારે 8 વાગ્યે પાટીદાર શહીદ યાત્રા શરૂ થઇ હતી. જે ટીકર, ઘાટીલા, વજેપર, ખાખરેચી, અણિયારી ચોકડી, જેતપર, જસમતગઢ, રંગપર-બેલા, પીપળી, મહેન્દ્રનગર, મોરબી-2 અને બાદમાં મોરબી શહેરમાં આવી હતી જેમા મોરબીમાં પાટીદાર શહીદ યાત્રાનું આગમન થયા બાદ મોડી સાંજે આ યાત્રા શહેરના વીસી ફાટક, રેલવે સ્ટેશન, નવલખી રોડ, વાવડી ચોકડી, પંચાસર રોડ, રાજપર કેનાલ રોડ, અવધ સોસાયટી, ચિત્રકૂટ સોસાયટી અને જીઆઇડીસી નાકે થઈને સરદાર પટેલની પ્રતિમા, બાપાસિતારામ ચોક સહિતના વિસ્તારોમાં ફરી હતી આ શહીદ યાત્રા દરમિયાન પાસ ક્ધવીનર હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યો હતો અને આ શહીદ યાત્રા પૂર્ણ થયા બાદ શનાળા બાયપાસ આવેલ પાટીદાર હોલ ખાતે મોરબી પાસ આગેવાનો ની ઉપસ્થિતિમાં ખાનગી મિટીંગ યોજી આગળ ની રણનિતી નક્કી કરી આ યાત્રા ટંકારા તરફ રવાના થઈ હતી