મુળી પાસેનો બનાવ: જામનગરનાં યુવાને માનસિક બીમારીના કારણે પગલું ભર્યાનુ અનુમાન


વઢવાણ,તા.12
સુરેન્દ્રનગરમાં મુળી ગામ નજીક આજે એક વિચિત્ર અકસ્માતમા ટ્રેનમા મુસાફરી કરતાં યુવાને અચાનકજ ઈમરજન્સી વીન્ડોમાંથી છલાગ લગાવી દીધી હતી. ચાલુ ટ્રેને નીચે પટકાતા યુવાનનું મોત થયુ હતુ. મુળ જામનગરનાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા જગદીશ જાદવ ઉ.વ.3ર નામાનો યુવાન હરિયાણાના કુરૂક્ષેત્રમાં કલર કામનો ધંધો કરતો હોય મુંબઈ-પોરબંદર ટ્રેનમાં વતન તરફ પરત ફરતો હોય સુરેન્દ્રનગરની મુળી ગામ નજીક ટ્રેનમાંથી અચાનક ઈમરજન્સી બારીમાંથી ઝંપલાવી દીધુ હતુ. ધડાકા સાથે યુવાન નીચે પટકાયો હતોઅને ઘટના સ્થળેજ ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ થયુ હતુ. મુળીના સ્ટેશનમાસ્તર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને યુવાનનાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી તથા પીએમ સહીતની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. પ્રારંભીક તપાસમાં યુવાન ઘણા સમયથી માનસિક રીતે બીમાર હોય આ પગલુ ભરી લીધુ હોવાનું અનુમાન વ્યકત થયુ હતુ.
વૃધ્ધાનો આપઘાત
લખતરના કેશરીયા ગામ પાસે આજરોજ વીરમગામથી સુરેન્દ્રનગર તરફ આવતી ટ્રેન હેઠળ ઝંપલાવી વૃધ્ધાએ આત્મહત્યા કરી લેતા પોલીસ અને રેલવેનો સ્ટાફ ઘટનાસ્થળે પહોચી પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
તથા વૃધ્ધાની ઓળખ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.