સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર 10માં શોટ સર્કીટથી આગ: તાકીદે ખાલી કરાયો

  • સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર 10માં  શોટ સર્કીટથી આગ: તાકીદે ખાલી કરાયો
  • સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર 10માં  શોટ સર્કીટથી આગ: તાકીદે ખાલી કરાયો

રાજકોટની સિવિલ હોસ્પિટલના વોર્ડ નં. 10ના પુરૂષ વિભાગમાં મોડી રાત્રે શોર્ટ સરકિટથી વાયરીંગમાં આગ ભભૂકી ઉઠતા દર્દીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. ઘટના અંગે ફરજ પરના સિકયુરીટીને જાણ થતાં સુપરવાઇઝર ભીમાભાઇ તથા ગોૈતમભાઇએ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની મદદથી તકેદારી રૂપે વોર્ડમાંથી તમામ દર્દીઓને યુદ્ધના ધોરણે મહિલા વોર્ડમાં શિફટ કરાવ્યા હતાં. બાદમાં ઇલેકટ્રીશિયનની મદદ લઇ વિજ પ્રવાહ બંધ કરાવાયો હતો.(તસવીર: પ્રવીણ સેદાણી)