કુમાર ઓટોના ચાર ભાગીદારોનો ચેક રીટર્ન કેસમાં નિર્દોષ છુટકારો

રાજકોટ: રાજકોટના કુમાર ઓટોના ચાર ભાગીદારો સામે ચેક રિટર્નની ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં આ કેસ ચાલી જતા તમામ ભાગીદારોનો ચાર કેસમાં નીર્દોષ છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો છે. કેસની વિગતે આશિક ઉમરભાઇ જુણેજાએ કુમાર ઓટો કાસ્ટ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો (1) રાધાબેન અશોકભાઇ ધોકીયા, (2) રસીકભાઇ જેશાભાઇ ધોકીયા, (3) હરમુખભાઇ જેશાભાઇ ધોકીયા (4) અશોકભાઇ જેશાભાઇ ધોકીયા સાથે ભંગાળની ખરીદ વેચાણ અન્વયે ફરીયાદી અશોક જુણેજાનું લેણું હોય જેના બદલે કુમાર ઓટો કાસ્ટ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોએ સમજૂતી કરાર થી ભાગીદારી પેઢીના ચેક આપેલ જે ચેક બેન્કમાં રજુ થતા પરત ફરતાથી ભાગીદારી પેઢીના ચેક આપેલ જે ચેક બેન્કમાં રજુ થતા પરત ફરતા આશિક જુણેજાએ અલગ અલગ ચાર ફરીયાદ કરેલ જેમાં કુમાર ઓટોના ભાગીદારો વતી એડવોકેટ જયેન્દ્ર એચ. ગોંડલીયા દ્વારા કુમાર ઓટોના ભાગીદારોદ વતી રહેવાતા વ્યવહાર ફરીયાદી સાથે નહી થયેલ હોય અંગે તથા કમીશન એજન્ટ તરીકે માત્ર કમીશન મેળવવા હક્કદાર હોવાની તથા ફરીયાદી દ્વારા નેગો. ઇન્સ્ટુ. એકયની કલમ-138ની મેન્ડેટરી જોગવાઇઓનો ભંગ કરી કાયદેસર લેતા નહી હોવા છતા ચેકનો ઉપયોગ કરેલ હોવાનું જણાવી કુમાર ઓટોના ભાગીદારો જવાબદાર નહી હોવાની રજુઆત-બચાવ કરેલ જેથી રાજકોટના એડી. ચીફ જ્યુ. મેજી. એન.એચ.વસવેલયા દ્વારા રજુઆતોને ગ્રાહ્ય રાખી કુમાર ઓટોના તમામ ભાગીદારોને નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવેલ છે. કુમાર ઓટોના ભાગીદારો વતી ગોંડલીયા એસોસીએટસના એડવોકેટ જયેન્દ્ર એચ. ગોંડલીયા, મોનિષ જોષી, હિરેન ડી. લિંબડ, રાજેશ ડાંગર, કુલદીપસિંહ વાઘેલા હિતેન્દ્રગીરી ગોસ્વામી વિગેરે રોકાયેલ હતા.