5000 ગલ્લા, એક લાખ બંધાણી અને પાંચ લાખથી વધારે ફાકી: શેહરને બચાવો

  • 5000 ગલ્લા, એક લાખ બંધાણી અને  પાંચ લાખથી વધારે ફાકી: શેહરને બચાવો

રાજકોટ તા.12
વિરોધપક્ષના નેતા વશરામ સાગઠિયાએ શહેરમાં વ્યસનમુક્તિ અને સ્વચ્છતા માટે આહવાન કર્યુ છે. સાગઠિયાએ કહ્યું કે જો અંદાજ મુકીએ તો શહેરમાં 5000 થી વધારે ગલ્લા, એકલાખ વ્યસનીઓ અને દરરોજનાં પાંચલાખ માવાઓ ખવાતા હોવાથી પ્લાસ્ટિકનો બેફામ વપરાશ થાય છે અને જેનાથી શહેરની સ્વચ્છતા તથા પર્યાવરણ તથા યુવાનોનાં આરોગ્યને મોટું નુકશાન થાય છે.
મહાનગરપાલિકામાં એક અંદાજ મુજબ 5000 જેટલા દુકાનો અને નાના મોટા ગલ્લા આવેલા છે અમુક દુકાનોમાં પાન-માવા બનાવવા વાળા ત્રણ ત્રણ લોકો હોય છે અને બીજા અંદાજ મુજબ રાજકોટમાં એક લાખ લોકો પાન-માવા ખાય છે બીજા એક અંદાજ મુજબ ત્રણ થી 10 પાન-માવા ખાવા વાળા લોકો રાજકોટમાં રહે છે તો એક લાખ ખાવા છાળા ની સામે સરેરાશ 6 થી 7 માવા ખાતા હોયતો દરરોજ અંદાજે 6 થી 7 લાખ માવા પાનમાં વપરાતા પ્લાસ્ટીક નો ઉપયોગ થાય છે. જેમાં પ્લાસ્ટીકના કપ-પાણીના પાઉચ પ્લાસ્ટીકના ઝબલા બંધ કરવા તેમ પાન માવામાં બંધાતા પ્લાસ્ટીક બંધ કરવા જોઇએ અને અન્ય શહેરોની જેમ ખાખરા ના પાન આવવા કાગળની કોથળીનો ઉપયોગ કરવો તેવો અનુરોધ સાગઠિયાએ કર્યો છે.