40 લાખ નોકરીનું સર્જન કરનારી સંચાર નીતિ બહાલ

નવીદિલ્હી તા.12
ટેલિકોમ્યુનિકેશન કમિશને બુધવારે મંત્રાલય તરફથી રાષ્ટ્રીય ડીજીટલ સંચાર નીતિ-2018ને મંજૂરી આપી દીધી છે. મહત્વની વાત એ છે કે આ નીતિના માધ્યમથી કેન્દ્ર સરકારે વર્ષ 2022 સુધી ટેલિકોમ ક્ષેત્રમાં યુવાનો માટે 40 લાખ નવી નોકરીઓનું સર્જન કરવાનું લક્ષ્ય નક્કી કર્યુ છે.
આયોગ દ્વારા મંજૂર નીતિનો હેતુ 5જી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટિક્સ, ક્લાઉડ કંમ્યૂટિંગ અને મશીન ટૂ મશીન કોમ્યુનિકેશનને પ્રોત્સાહન આપવાનો છે. મંજૂર ડ્રાફ્ટમાં સ્થાપિત કરેલા લક્ષ્યમાં વૈશ્વિક મૂલ્ય શ્રેણીમાં ભારતનું યોગદાન વધારવાનું, નવીનીકરણની રચના અને ડિજીટલ સંચાર ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપવાનો છે. આ સાથે જ ભારતમાં વિશ્વ સ્તર પર માન્યતા પ્રાપ્ત આઈપીઆરનું નિર્માણ, ક્ષેત્રમાં માન્ય આવશ્યક પેટન્ટનો વિકાસ, ડીજીટલ સંચાર ટેકનોલોજી અને ચોથી કક્ષાના માન્ય ઉદ્યોગને ગતિ આપવાનું સામેલ કરવામાં આવ્યું છે. આ ડ્રાફ્ટમાં દેવાના બોજ હેઠળ દબાયેલા ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રને બહાર નિકાળવા માટે કંપનીઓની લાઈસન્સ ફી, સ્પેક્ટ્રમ ફી, સાર્વભૌમિક સેવા જવાબદારી ફીની સમીક્ષા કરવામાં આવશે. નવી નીતિમાં વાયરલેસ ફ્રિકવન્સી ફાળવણી પર વાયરલેસ યોજના અને સમન્વય (ડબ્લ્યુપીસી) સિવાય કાયમી સલાહકાર સમિતિ બનાવવાનું કહેવામાં આવ્યું છે. જેનાથી સહેલાઈથી પરવાનગી મળી શકે. આ પણ નવી નીતિમાં કરાયું સામેલ
* 50 એમબીપીએસ સ્પીડવાળી બ્રોડબેન્ડ સેવાની દરેક નાગરિક સુધી પહોંચ 01 જીબીપીએસ
* 6800 અબજ રૂપિયાનું રોકાણ 2022 સુધીની નવી ટેકનોલોજી માટેના વિકાસને ગતિશીલ બનાવશે
* 10 લાખ યુવાનોને ઉંમર પ્રમાણેની કુશળતાના નિર્માણને તાલીમ આપીશું
* આઈઓટી ઈકોસિસ્ટમના વિસ્તાર માટે 5 કરોડના સાધનો લગાવાશે.
*01 જીબીપીએસ બ્રોડબેન્ડ ક્નેક્ટિવિટી 2020 સુધી દેશની દરેક ગ્રામ પંચાયતને મળશે.