વોર્ડ નં. 6,10,7માં સઘન સફાઈ ઝૂંબેશ

રાજકોટ તા.12
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ ચોમાસાની ઋતુને નજર સમક્ષ રાખી, જાહેર સ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્યની કાળજી લેતા, હાથ ધરવામાં આવેલ વન ડે-થ્રી વોર્ડ અભિયાન અંતર્ગત આજે ગુરૂવારના રોજ ઈસ્ટ ઝોનના વોર્ડ નં.6 વેસ્ટ ઝોનનાં વોર્ડ નં.10 અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.7માં ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં, માન. મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને વિવિધ કમિટીના ચેરમેનો, કોર્પોરેટરો, સ્થાનિક અગ્રણીઓ વિગેરેએ અલગ-અલગ વોર્ડમાં રૂબરૂ મુલાકાત લઇ, થઇ રહેલી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. આજે થયેલ કામગીરીમાં સફાઈ ઉપરાંત, ડ્રેનેજ, સિવિલ વર્ક અને આરોગ્ય શાખાની પ્રવૃતિઓ સામેલ કરવામાં આવેલ.
વોર્ડ નં.10
વોર્ડ નં.10 માં સઘન સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમા મુખ્યત્વે નિર્મળા રોડ, કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ, પુષ્કરધામ મેઈન રોડ, રૈયા રોડ, 150 ફૂટ મેઈન રોડ, સૌરાષ્ટ્રકલા કેન્દ્, હનુમાન મઢી ચોક, કે.કે.વી.ચોક, ચંદ્રશેખર આઝાદ ગાર્ડન, પુષ્કરધામ હોકર્સ ઝોન જેવા વિસ્તારો આવરી લીધેલ.
વોર્ડ નં.7
વોર્ડ નં. 07માં સઘન સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવે છે જેના ભાગ રૂપે લતા/વિસ્તારની સંખ્યા 394, સફાઇ કરાવેલ કુલ મુખ્ય0 માર્ગોની સંખ્યાછ 11, ચુનો / મેલેથીઓન પાવડર નો કરેલ છંટકાવ - 115 બેગ, ટીપર વાહન ની ટ્રીપની સંખ્યા 29, ડમ્પર વાહનની ટ્રીપની સંખ્યા- 06, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા 11, ઉપયોગમાં લીધેલ કુલ જે.સી.બી - 03, કુલ ટ્રેક્ટરના ફેરા 09 દ્વારા સફાઈ ઝુંબેશ કામગીરી કરવામાં આવેલ છે. જેમાં કુલ 29 (મે. ટન) કચરાનો નિકાલ કરવામાં આવેલ.
વોર્ડ નં.6
વોર્ડ નં.-6માં સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા288, સફાઈ કરાવેલ ખુલ્લા પ્લોટની સંખ્યા-08, 06 મુખ્ય માર્ગોની સફાઈ, સફાઈ કરાવેલ ન્યુસન્સ પોઈન્ટની સંખ્યા-21, કુલ એક્ત્રીત કચરો તથા ભરતી-59 ટન, વપરાયેલ મેલેથીઓન તથા ચુનાની થેલીની સંખ્યા-85 થેલી, જે.સી.બી, ડમ્પર, ટ્રેકટર દ્વારા કરાવેલ ફેરા-14, સફાઈ કરાવેલ વોંકળાની સંખ્યા-12 દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવ્યો. શાળા નં.13 ની બાજુમાં તથા ડ્રીમ લેન્ડ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ વોક્ળાની સફાઈ કરવામાં આવેલ છે. જેમા 10 માણસો તથા 1 જે.સી.બી. તથા 1 ડમ્પર કામે લગાડવામાં આવેલ છે. 12 ટન વોકળાના ગારનો નિકાલ કરવામાં આવેલ છે.