રાજકોટની 10 ઇજનેરી કોલેજમાં હજુ 2725 બેઠક

રાજકોટ તા.1ર
એક જમાનામાં સમગ્ર રાજ્યમાં ઇજનેરી કોલેજો અને તેમાંની બેઠકો જયારે મર્યાદિત હતી ત્યારે ઇજનેરીમાં એડમીશન મેળવવું બહુ અઘરુ બની રહેતું હતું પરંતુ છેલ્લા થોડા વર્ષથી બને છે એવું કે ધો.1ર માં ઓછા ટકા હોવા છતા બેચરલ ઓફ એન્જીનીયરીંગની ડીગ્રી તો લગભગ મળી જ જાય! આ વખતે પણ એડમીશનના પ્રથમ રાઉન્ડ દરમિયાન અનેક બેઠકો હજુ ખાલી રહી જવા પામી છે. જેમાં રાજકોટની 10 કોલેજોની ર7રપ બેઠક સમાવિષ્ટ છે. રાજકોટની ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજની જો કે તમામ 600 બેઠકો પ્રથમ રાઉન્ડમાં જ ભરાઇ ગઇ છે અને વીવીપી કોલેજમાં 87 ટકા બેઠકો પર પ્રવેશ અપાઇ ચુકયા છે પરંતુ એકંદરે 10 સ્વનિર્ભર કોલેજમાં સરેરાશ પ1.0પ ટકા એટલે કે કુલ ર7રપ બેઠક હજુ ભરાઇ નથી, પ337 માંથી હજુ ફકત ર61ર બેઠક જ ભરાઇ છે. 10 માંથી પાંચ સ્વનિર્ભર ઇજનેરી કોલેજમાં તો રપ ટકા કે તેથી પણ ઓછા એડમીશન અત્યાર સુધીમાં થયેલા છે.
દરમિયાન વીવીપી કોલેજે વિદ્યાર્થીઓ અને વાલીઓ જોગ યાદીમાં માર્ગદર્શન આપતા જણાવ્યું છે કે એન્જીનીયરીંગમાં પ્રવેશ લેવો હોય તેઓએ રાજકોટ ઝોનની બહાર જવાની જરૂર નથી તેમજ મેનેજમેન્ટ કે એનઆરઆઇ કવોટામાં પ્રવેશ લેવાની જરૂર નથી. એસીપીસી દ્વારા પ્રથમ પ્રવેશ રાઉન્ડ જાહેર થતા રાજકોટ શહેરની એન્જીનીયરીંગ કોલેજમાં બ્રાંચ મુજબ સીટો ખાલી છે. બીજા રાઉન્ડમાં ફેર વિચાર કરી ચોઇસ ફીલીંગ કરી શકાશે.
સૌરાષ્ટ્ર કચ્છની સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં વીવીપી કોલેજમાં પ્રવેશ ઘણાખરા થઇ ગયા છે અને કોલેજ નવી દિશામાં નવું પ્રયાણ સંશોધન પ્લેસમેન્ટ હોય કે પરીણામ એના અગ્રક્રમે હોવાનું ઉમેરાયું છે. સંસ્થાનું નામ ઇન્ટેક પ્રથમ રાઉન્ડમાં % માં ભરાયેલ ખાલી રહેલ
એસીપીસી ભરાયેલ સીટ સીટ સીટ (સંખ્યા)
ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ, રાજકોટ 600 600 100% 00
વીવીપી એન્જીનીયરીંગ કોલેજ 570 496 87% 74
દર્શન ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનો. 405 238 58.8% 167
ફેકલ્ટી ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી, આત્મીય યુનિવર્સિટી 360 208 57.8% 152
મારવાડી એજ્યુકેશન એફ.ઓ.ઇ., પીજી સ્ટડીઝ,
એફ.ઓ.ટી. - મારવાડી યુનિવર્સિટી 1410 730 51.8% 680
આર.કે. યુનિવર્સિટી-સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ 405 129 31.9% 276
આર્ય-વીર કોલેજ ઓફ એન્જિ. એન્ડ ટેકનોલોજી 180 45 25% 135
બી.એચ.ગાર્ડી કોલેજ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી 180 45 25% 135
લાભુભાઇ ત્રિવેદી ઇન્સ્ટીટયુટ ઓફ એન્જી. એન્ડ ટેક. 270 38 14.1% 232
સંજયભાઇ રાજ્યગુરૂ કોલેજ ઓફ એન્જીનીયરીંગ 222 15 6.75% 207
ઔરમ ઇન્સ્ટીટયુટી ઓફ ટેકનોલોજી 495 21 4.24% 474
કુલ 5337 2612 51.05% 2725