જિ.પં.માં મચ્છરનો ઉપદ્રવ: દવા છંટકાવ કરવા પ્રમુખની સુચના

  • જિ.પં.માં મચ્છરનો ઉપદ્રવ: દવા છંટકાવ કરવા પ્રમુખની સુચના

રાજકોટ તા,12
રાજકોટ શહેરમાં હજુ તો ચોમાસુ બરોબર જામ્યુ પણ નથી ત્યાં મચ્છર-જીવજંતુનો ઉપદ્રવ શરૂ થઈ ગયો છે. જિલ્લા પંચાયત કચેરીમાં જીવાતના ઉપદ્રવ મુદ્દે આજે નવનિયુકત જિલ્લા પંચાયત પ્રમુખે આરોગ્ય અધિકારીને તાત્કાલીક દવા છંટકાવ કરવા સુચના આપી છે.
આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન ખાટરિયાએ જિલ્લા પંચાયત કચેરીની મુલાકાત લઈ જિલ્લા પંચાયતના મુખ્ય બિલ્ડિંગના પ્રવેશ દ્વારે કલરકામ કરવા રીનોવેશનની કામગીરી થઈ રહી છે. તે બાંધકામ સિવાઈ વિભાગોમાં જરૂરી કાર્યવાહી તાકિદે અને ગુણવતા સભર થાય તેવી કોન્ટ્રાકટરે અને કાર્યપાલ ઈજનેરને સ્થળ ઉપર સુચના આપેલ.
આ કામગીરી દરમિયાન જીવજંતુ, મચ્છરોનો ઉદભવ ન થાય તે માટે આરોગ્ય શાખાના અધિકારીઓને જરૂરી દવાઓનો છંટકાવ કરવા અને પગલા ભરવા સુચના આપેલ. આ ઉપરાંત જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં તૈયાર થઈ રહેલ. ડો.બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુના પ્લેટફોર્મના સ્થળનું નિરિક્ષણ કરી જરૂરી સુચનાઓ આપેલ. આ નિરિક્ષણની કામગીરીમાં કારોબારી-ચેરમેન અર્જુનભાઈ ઉપ પ્રમુખ સુભાષભાઈ માંકડિયા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ પરસોતમભાઈ લુણાગરિયા, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન સોમાભાઈ મકવાણા, સદસ્ય બાલુભાઈ વિઝુંડા તથા અન્ય પદાધિકારીઓ જોડાયા હતા. પ્રમુખની મુલાકાત કોન્ટ્રાકટર અને બાંધકામના કર્મચારી, અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.