મહિલા એડવોકેટને મરવા મજબુર કરનાર પ્રેમીની ધરપકડ: બહેન-બનેવીની શોધખોળ

રાજકોટ : રાજકોટની ઋષિવાટિકામાં રહેતા અને જુનિયર એડવોકેટ તરીકે યાજ્ઞિક રોડ ઉપર આવેલ રાજેશ્વરી કોમ્પ્લેક્ષમાં ઓફિસ રાખી વકીલાત કરતા રાજેશભાઈ મગનભાઈ વિઠા નામના રાજગોર બ્રાહ્મણ યુવાને બહેનને મરવા મજબુર કરવા અંગે પ્રનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ તેમની અપરણિત બહેન દિવ્યા, માતા કાંતાબેન અને દાદી જયાબેન સાથે રહે છે ગત તારીખ 9ના રોજ બપોરે પોતે કામ અર્થે રાજકોટથી ઇન્દોર મધ્યપ્રદેશ જવા માટે નીકળ્યા હતા 10 તારીખે સવારે પાંચેક વાગ્યે પહોંચ્યા બાદ દસેક વાગ્યે ઓફિસે આવતા ગ્રાહકોએ ફોન કરીને ઓફિસ અંદરથી બંધ હોવાનું અને વકીલાતની પ્રેક્ટિસ કરતા દિવ્યાબેન ફોન નહિ ઉપાડતા હોવાનું જણાવતા આ અંગે તેઓએ મોટાબેન કિરણના પતિ રાજેશભાઈ ભટ્ટને જાણ કરતા તેઓ ઓફિસે ગયા ત્યારે બહેન દિવ્યાએ ઓફિસમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના સમાચાર ફોન મારફતે આપ્યા હતા ત્યારે પોલીસ પણ પહોંચી ગઈ હતી પોલીસે પંચનામું કરતી વખતે ટેબલના ખાનામાંથી એક સ્યુસાઇડ નોટ કબ્જે કરી હતી જેમાં બહેને આ પગલું ભરતા પહેલા જણાવ્યું હતું કે ભાઈ રાજેશ મને માફ કરજે આ ફેંસલા પર કાલે રાત્રે મુર્તુજા તેની બહેન અને બનેવીએ મને ગમે તેમ બોલ્યા હતા મુર્તુજા સાથે ચાર વર્ષથી સંબંધ હતો.
સ્યુસાઇડ નોટના આધારે દિવ્યાબેનના ભાઈ રાજેશેસ મુર્તુજા ફકરૂદ્દીનભાઇ ત્રવાડી, મુર્તુજાની બેન અને તેના બનેવી સામે મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાવતા પીઆઇ એમ બી કાતરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ એસ ગોસાઈ સહિતના સ્ટાફે મૃતયુઝની ધરપકડ કરી હતી તેની પૂછપરછમાં પોતે એચડીએફસી બેંકમાં કામ કરે છે.
પ્રોપર્ટી કાર્ડ બાબતે ચાર વર્ષ પહેલા દિવ્યા વિઠા સાથે સંપર્ક થયો હતો અને બાદમાં પ્રેમસંબંધ બંધાયો હતો. લગ્ન બાદ પરિવારથી જુદા રહેવાની વાત દિવ્યાએ કરી હોઇ પોતે પરિવારથી અલગ રહેવા જઇ શકે નહિ તેમ કહેતાં એક વર્ષ પહેલા જ તેણે પોતે લગ્ન નહિ કરે તેમ કહી દીધું હતું. પોલીસે તેના બહેન-બનેવીની પણ ધરપકડની તજવીજ હાથ ધરી છે.