મેઘાડંબર વચ્ચે મેઘરાજાનું ઝરમર-

  • મેઘાડંબર વચ્ચે મેઘરાજાનું ઝરમર-

રાજકોટ : રાજકોટમાં છેલ્લા બે દિવસથી આકાશ ઘેરાયેલુ છે પણ મેઘરાજા મન મુકી વરસતા નથી ત્યારે આજે સવારથી ઘનઘોર મેઘાડંબર વચ્ચે બપોરે 2ના ટકોરે માત્ર ઝરમર ઝરમર વ્હેર વરસાવ્યું હતું. શહેરીજનો આતંક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. વરસાદમાં ભીંજાતા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. છતાંય મેઘરાજા નહીં વરસતા નિરાશા છવાઈ ગઈ છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હોવા છતાં હજુ સુધી રાજકોટ ઉપર મેઘરાજા વરસતા નથી. રાજસ્થાન અને પાકિસ્તાન ઉપર અપર એર સાઈકલોજિક સરકયુલેશન સિસ્ટમ સર્જતા અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. વિસાવદર, જૂનાગઢ, દિવ, સોમનાથ, અમરેલી જિલ્લામાં મેઘરાજાનું શાહી આગમન થઈ ચુક્યુ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘાની રાહ જોવાઈ રહી બપોરે મેઘરાજાએ જેવું અંધાર કર્યું ત્યારે લોકોને હતુ આજે બારેમેઘ તુટી પડશે છતાંય માત્ર ઝરમર, ઝરમર વહેણ વરસાવ્યુ હતું. હવે તો મેઘરાજા મનમુકી વરસે તે માટે યજ્ઞ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.