રૈયા ચોકડી પાસેથી યુવાનનું અપહરણ કરી અજાણ્યા શખ્સોએ માર-મારી લૂંટી લીધો

  • રૈયા ચોકડી પાસેથી યુવાનનું અપહરણ કરી  અજાણ્યા શખ્સોએ માર-મારી લૂંટી લીધો

રાજકોટ તા.12
રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ઉપર રૈયા ચોકડી પાસેથી રાજપુત યુવાનનું અજાણ્યા શખ્સોએ સ્કોર્પીયોમાં અપહરણ કરી લોખંડના સળીયાથી માર મારી લુંટી લીધાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અપહરણકારીએ યુવાનને માર મારી મોબાઈલમાં વિડીયો ક્લીપ
ઉતારી રૂા.11,200ની લૂંટ ચલાવી નાસી ગયાનું ઈજાગ્રસ્ત યુવાને જણાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ રૈયા ચોકડી પાસે અમૃતા હોસ્પિટલ પાસે કિસ્મતનગર-5માં રહેતો યશવંતન ધનાભાઇ પરમાર (ઉ.વ.30) નામનો રજપુત યુવાન ગત રાત્રે 3 વાગ્યે ચાલીને ઘરે આવતો હતો. ત્યારે રૈયા ચોકડી પાસેથી અજાણ્યા 5-6 શખ્સોએ બોલરોમાં અપહરણ કરી રામાપીર ચોકડી પાસે શ્રી પાર્ટી પ્લોટ પાસે લઇ જઇ માર મારતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.પ્રાથમિક તપાસમાં યશવંત મુળ ગોંડલના ગુંદાળા ગામનો છે અને હાલ રાજકોટમાં રહી કારખાનામાં કામ કરે છે તથા રાત્રે હાઈ-વે ઓથોરલીટીમાં કામે જાય છે. ગત રાત્રે તે કામેથી છુટીને રૈયા રોડ પર બ્રહ્મ સમાજ ચોકમાં જમવા ગયો હતો. જયાથી પરત ચાલીને ઘરે જતો હતો ત્યારે રૈયા ચોકડી પાસે નવા બનતા ઓવરબ્રીજમાં કામ કરતા અજાણ્યા શખ્સો દારૂ પીતા હોય જેમણે ‘તું અમારો 400 કિલો લોખંડ લઇ ગયો છો’ કહી બોલેરોમાં અપહરણ કરી શ્રી પાર્ટી પ્લોટ પાસે પતરાની ઓરડીમાં લઇ જઇ માર મારી મોબાઈલમાં વિડીયો ઉતારી બાદમાં પોતાના ઘરે લઇ જઇ પર્સમાંથી આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ લાયસન્સ અને રોકડા રૂા.11,200 લૂંટી ગયાનું જણાવ્યું હતું.